કલોલમાં ઘરફોડ ચોરીઓ કરનાર ટોળકીનો પર્દાફાશ કરાયો,એકની ધરપકડ

કલોલમાં ઘરફોડ ચોરીઓ કરનાર ટોળકીનો પર્દાફાશ કરાયો,એકની ધરપકડ

Share On

કલોલમાં ઘરફોડ ચોરીઓ કરનાર ટોળકીનો પર્દાફાશ કરાયો

કલોલમાં છેલ્લા કેટલાક દિવસથી ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધી ગયું છે. કલોલ પૂર્વના આયોજન નગરમાં રહેતા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. એલસીબીએ કલોલ સહિત જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરનાર ગેન્ગનો પર્દાફાશ કરીને એક આરોપીને ઝડપી લીધો છે અને સાત ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જ્યારે ટોળકીના અન્ય ચાર સાગરિતોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. પુછપરછમાં હજુ ચોરીના વધુ ગુના ઉકેલવાની શક્યતા પણ સેવાઇ રહી છે.

એલસીબીની ટીમે કલોલ રેલવે પુર્વમાં આયોજન નગરમાં રહેતા કમલસિંગ કરતારસિંગ ટાંક(સરદાર)ને ઝડપી લીધો હતો જેની પાસેથી સોનાની કડી, ચાંદી અને સોનાની ચેઇન મળી આવી હતી જે સંદર્ભે તેની પુછપરછ કરતા સાગરીતો સાથે મળીને કલોલ શહેર તેમજ પેથાપુર અને અન્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

કલોલમાં તસ્કરરાજ યથાવત : બંધ દુકાન-ઘરોમાં ચોરી થતા લોકોમાં ફફડાટ,ક્યાં ક્યાં તાળા તૂટ્યા વાંચો

રાત્રીના સમયે ભૂંડ પકડવાના બહાને રેકી કરતી આ ગેંગ ઘણા ગુનાઓમાં સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આયોજન નગરમાં રહેતી આ ગેંગ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂકેલા હપવાનું સામે આવ્યું છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર