બસની અડફેટે આવેલા આઘેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું…..
કલોલમાં આવેલ વર્કશોપ ખાતે બસમાં રીપેરીંગ નું કામ ચાલુ હતું. તે દરમિયાન એકા એક રિવર્સ મા આવી રહેલ બસે અન્ય બસની પાછળ કામ કરી રહેલા આધેડને અડફેટ માં લઈ લેતા તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ કલોલમાં શેરીશા ખાતે રહેતા અને વર્કશોપ ખાતે મિકેનિક તરીકે ફરજ બજાવી રહેલા ઠાકોર મનુજી ગણપતજી (ઉ.વ. 53) બસમાં રીપેરીંગ નું કાર્ય કરી રહ્યા હતા.
તે દરમિયાન રિવર્સમાં આવી રહેલી અન્ય બસે તેમને અડફેટમાં લઈ લેતા બે બસોની વચ્ચે તેઓ કચડાઈ ગયા હતા. જેથી મનુજી ના શરીર પર ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળેજ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
બનાવને પગલે સમગ્ર વર્કશોપમાં કાર્યરત અધિકારીઓ એકા એક સત્બઘ થઈ ગયા હતા. તેમ જ મૃતકની લાશને પીએમ અર્થે કલોલ સીએચસી સેન્ટર ખાતે લઈ આવ્યા હતા.