કલોલમાં બોર્ડ પરીક્ષાના તાકડે જ બીવીએમ ફાટક બંધ  

કલોલમાં બોર્ડ પરીક્ષાના તાકડે જ બીવીએમ ફાટક બંધ  

Share On

કલોલમાં બોર્ડ પરીક્ષાના તાકડે જ બીવીએમ ફાટક બંધ

કલોલના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમની જોડતો બીવીએમ ફાટક સમારકામના કારણે બંધ રહેવાનો છે. તારીખ 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી બીવીએમ ફાટક બંધ રહેશે, જેને કારણે વાહન ચાલકોને હાલાકી પડવાની શક્યતા પણ રહેલી છે. રેલવે તંત્ર દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરીને જણાવવામાં આવ્યું છે કે 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સમારકામ કરવાનું હોવાથી બીવીએમ ફાટક બંધ રહેશે. બીવીએમ રેલવે ફાટક બંધ રહેતા વૈકલ્પિક માર્ગ તરીકે રેલવે અંડરબ્રિજ અને ઓવરબ્રિજ નો ઉપયોગ કરવાનો રહેશે તેમ રેલ્વે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. કલોલના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્યારે હવે ફાટક બંધ થતાં અન્ય બાકીના બે રસ્તા છે ત્યાં ટ્રાફિક જામ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સામાન્ય દિવસોમાં પણ રેલવે અંડરબ્રિજ અને માણસા ઓવર બ્રિજ પર ટ્રાફિક થતો હોય છે ત્યારે પરીક્ષાના સમયે મહત્વનો રસ્તો બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ચિંતા પેઠી છે.
કલોલમાં તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે અંડર બ્રિજમાં ટ્રાફિક ના થાય તેને લઈને એક્શન પ્લાન ઘડવો જોઈએ તેમ લોકો જણાવી રહ્યા છે. ગરનાળામાં કાર અને ટ્રેક્ટર સહિતના મોટા વાહનો ઘૂસી જતા હોય છે આ સંજોગોમાં જો ટ્રાફિકજામ થઈ જાય તો વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આ જોતા અહીં પોલીસ જવાનોને પણ મૂકવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

કલોલ સમાચાર