કલોલની તમામ સરકારી કચેરીઓમાં સપાટો બોલાવી ભ્રષ્ટાચારીઓને પકડો
કલોલમાં મામલતદાર 2.60 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. જેને કારણે હવે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કલોલની તમામ કચેરીઓમાં લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે. પૈસા વગર જનતાનું કામ ટલ્લે ચડાવતા સરકારી કર્મચારીઓને કડકમાં કડક સજા મળે તેવું જનતા ઈચ્છી રહી છે.
કલોલ મામલતદાર કચેરી હાલ સૌથી વધુ મલાઈદાર ગણાય છે. અહીં સૌથી વધુ જમીનની મેટર આવે છે. એસીબીએ પાડેલ રેડમાં મામલતદાર, કમ્પ્યુટર ઓપરેટર ઝડપાઇ ગયા હતા તો નાયબ મામલતદાર ફરાર હોવાનું સામે આવ્યું છે. કલોલની ઘટનાને લઈને શહેરમાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ રેડ પાડીને લાંચ લેતા લોકોને પકડવાની માંગ કરાઈ રહી છે. એક નાના કામ માટે પણ મામલતદાર ઓફીસમાં લોકોને ધક્કા ખવડાવવામાં આવતું હોવાની પ્રજાએ ફરિયાદ કરી છે.
કલોલ મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો,બે પકડાયા,નાયબ મામલતદાર ફરાર
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
1 thought on “કલોલની તમામ સરકારી કચેરીઓમાં સપાટો બોલાવી ભ્રષ્ટાચારીઓને પકડો,પ્રજાની માંગ”