કલોલમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ બે સ્થળોએ કેમ્પ યોજાશે

કલોલમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ બે સ્થળોએ કેમ્પ યોજાશે

Share On

ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ બે સ્થળોએ કેમ્પ

ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે. પક્ષીઓના ગળામાં દોરો ફસાઈ જવાના, મોત થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે આવામાં અનેક સેવાભાવી સંસ્થાઓ ઉત્તરાયણમાં સેવા આપે છે. જ્યાંથી પણ કોલ આવે ત્યાં મદદ કરવા પહોંચી જાય છે. ત્યારે આજે સદભાવના ફાઉન્ડેશન પણ પક્ષીઓના સારવાર માટે તૈયાર છે.

ઉત્તરાયણ પર્વ નજીક આવી ચૂક્યો છે ત્યારે અત્યારથી જ પતંગ આકાશમાં ઉડવા લાગ્યા છે. ત્યારે પતંગની ધારદોરીથી પક્ષીઓની પાંખ કપાવાના બનાવો પણ સામે આવી રહ્યાં છે. ઉતરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર થઇ શકે તે માટે બર્ડ હેલ્પલાઇન નંબર શરૂ કરાયા છે.

કલોલમાં સદભાવના ફાઉન્ડેશન દ્વારા બે સ્થળોએ ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિંદબાદ હાઇવે પર ફોરેસ્ટ ખાતાની ઓફિસે 11થી 20 જાન્યુઆરી સુધી તેમજ સીટી મોલ કલોલમાં 15 અને 15 જાન્યુઆરીના રોજ ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજાશે.

 

તહેવાર દરમિયાન જો તમારી આસપાસ કોઈ ઘાયલ પક્ષી મળી આવે તો હેલ્પલાઇન નંબરો 9824620034, 9975324376 તેમજ એનિમલ હેલ્પલાઇન 1962 નંબર પર કોલ કરીને માહિતી આપી શકો છો. કલોલ સમાચાર જીવદયા હેતુથી આ આર્ટિકલ વધુમાં વધુ લોકો સુધી શેર કરવાની અપીલ કરે છે.

ઉત્તરાયણમાં આકાશમાં વિહરતા કેટલાક નિર્દોષ પક્ષીઓ કાતિલ દોરીથી ઘાયલ અવસ્થામાં સારવારના અભાવે મોતને ભેટતા હોય છે. આવા કિસ્સામાં ચાઇનિઝ દોરીના ઉપયોગથી દૂર રહેવું જોઇએ. કાઇપ્યો….ની બૂમો સાથે પક્ષીઓની ચિચિયારીઓ પણ સાંભળજો.

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો 

જલ હૈ તો કલ હૈ:અંડરબ્રિજ આગળ પાઈપલાઈન લીકેજ થતા રીપેરીંગ હાથ ધરાયુ

કલોલ સમાચાર