ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા મોકલનાર કલોલના એજન્ટને CBIએ સાણસામાં લીધો  

ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા મોકલનાર કલોલના એજન્ટને CBIએ સાણસામાં લીધો  

Share On

ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા મોકલનાર કલોલના એજન્ટને CBIએ પકડ્યો

 

કલોલમાંથી વધુ એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.  કેનેડાની સરહદથી અમેરિકામાં ઘૂસણખોરી એજન્ટ કરાવનાર એજન્ટને સીબીઆઈએ દબોચી લીધો છે.  કેનેડાથી સરહદથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા એક પરિવાર પકડાયું છે. આ પરિવારને ભારત ડિપોર્ટ કરી દેવાયું હતું.

દિલ્હી ખાતે સીબીઆઈ ઓફિસમાં પરિવારની પૂછપરછ કરવામાં આવતા તેમણે કલોલના એજન્ટ જીતુ પટેલનું નામ આપ્યું હતું. જેને પગલે સીબીઆઈએ જીતુ પટેલની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર મહેસાણાનો પરિવાર કેનેડા સરહદથી અમેરિકામાં પ્રવેશ કરતો પકડાયો હતો અને પરિવારને ભારત પરત મોકલી દેવાયું છે. જીતુ પટેલને ઉઠાવી લેવાતા હવે અન્ય એજન્ટોમાં પણ ફફડાટ પેસી ગયો છે.


તપાસ દરમિયાન વિગત સામે આવી છે કે જીતુ પટેલે આશરે 50થી વધુ લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલ્યા છે. અમેરિકામાં ટ્રમ્પનું શાસન આવ્યા બાદ હવે ગેરકાયદે રહેતા લોકો પર તવાઈ આવી છે. અમેરિકાથી ભારતમાં ચાર વિમાન ભરીને લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

કલોલ સમાચાર