મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનો સમય બદલાયો
પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન સંખ્યા 09483/09484 મહેસાણા-પાટણ- મહેસાણા સ્પેશ્યલ ટ્રેનના સમયમાં 12 એપ્રિલ,2023 થી અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે.
ટ્રેન સંખ્યા 09483 મહેસાણા પાટણ મહેસાણા પેસેન્જર સ્પેશિયલ મહેસાણા થી 12:10 વાગે ચાલીને 12:22 વાગ્યે ધીણોજ,12:28 વાગે સેલાવી, 12:40 વાગ્યે રણુંજ, 12:47 વાગે સંખારી તથા એક વાગ્યે પાટણ પહોંચશે.
આ જ રીતે ટ્રેન સંખ્યા 09484 પાટણ મહેસાણા પેસેન્જર સ્પેશિયલ પાટણ થી 9:50 વાગ્યે ઉપડીને 9:56 વાગે સંખારી, 10:03 વાગે રણુજ,10:11 વાગ્યે સેલાવી, 10:17 વાગ્યે ધીણોજ તથા 10:40 વાગે મહેસાણા પહોંચશે.
पश्चिम रेलवे द्वारा ट्रेन संख्या 09483/09484 महेसाणा पाटन महेसाणा स्पेशल ट्रेन (सप्ताह में 5 दिन) के परिचालन समय में 12 अप्रैल 2023 से परिचालन समय में अस्थाई बदलाव किया गया है। @WesternRly pic.twitter.com/P1mgvRqjoB
— DRM Ahmedabad (@drmadiwr) April 11, 2023
આપ વધુ માહિતી માટે https://enquiry.indianrail.gov.in/ પર જઈ શકો છો.