કલોલના રોયલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે કોમર્શિયલ દબાણ દૂર કરવા નગરસેવક ચેતન પટેલની માંગ

કલોલના રોયલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે કોમર્શિયલ દબાણ દૂર કરવા નગરસેવક ચેતન પટેલની માંગ

Share On

કલોલના રોયલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે કોમર્શિયલ દબાણ દૂર કરવા નગરસેવક ચેતન પટેલની માંગ

Story By Prashant Leuva 
કલોલ: કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટ, જે રહેણાંક વિસ્તારમાં આવેલું છે, ત્યાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ દુકાનો ચલાવવામાં આવી રહી છે. આ બાબતે મ્યુનિસિપલ કાઉન્સિલર પટેલ ચેતનકુમાર ગુણવંતભાઈએ નગરપાલિકા સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
રોયલ એપાર્ટમેન્ટ, જે ફક્ત રહેણાંક ફ્લેટ તરીકે નોંધાયેલું છે, તેના નીચેના ભાગમાં ડોક્ટરો અને અન્ય વ્યવસાયીઓ દ્વારા દુકાનો બનાવીને વ્યવસાય ચલાવવામાં આવે છે. આ દુકાનો નગરપાલિકાની ગટર અને માર્જિનની જગ્યા પર દબાણ કરીને બનાવવામાં આવી છે, જેના કારણે ગટરની સફાઈ અને અન્ય જાળવણીનું કામ શક્ય બનતું નથી. પરિણામે, રહેવાસીઓની ફરિયાદોનું સમાધાન થઈ શકતું નથી.
ચેતનકુમારે જણાવ્યું કે, “આ ગેરકાયદેસર દબાણને કારણે રહેવાસીઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નગરપાલિકા દ્વારા ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ હેઠળ આ કોમર્શિયલ દુકાનોને તાત્કાલિક દૂર કરવી જોઈએ અને ગટર તથા માર્જિનની જગ્યા ખુલ્લી કરવી જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું કે આ મુદ્દે અગાઉ પણ અરજીઓ આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
કાઉન્સિલરે ચેતવણી આપી કે, “જો નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ દબાણ દૂર નહીં કરવામાં આવે, તો રહેવાસીઓની સમસ્યાઓના સમાધાન માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.” તેમણે નગરપાલિકાને આ બાબતે ત્વરિત અને યોગ્ય પગલાં લઈ રહેવાસીઓની મુશ્કેલીઓ દૂર કરવા વિનંતી કરી છે.આ મુદ્દે નગરપાલિકા દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે, તે જોવું રહ્યું.

કલોલ સમાચાર