છત્રાલની ફેક્ટરીમાં પાઇપ ફાટતા 6 દાઝ્યા, એકનું મોત
કલોલ તાલુકાના છત્રાલ ગામમાં આવેલ એક ફેક્ટરીમાં અકસ્માત થયો હતો. પવન સ્ટીલ નામની કંપનીમાં અકસ્માત થતા એક વ્યક્તિનું મોત થયું છે.
પ્રાપ્ત વિગત અનુસાર પવન સ્ટીલ કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાં પાઇપ ઓગાળવાનું કામ ચાલુ હતું તે દરમિયાન પાઇપ ફાટી હતી. જેને પગલે 6 કામદારો દાઝી ગયા હતા. આ કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમાંથી એક કામદારનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેને પગલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.