કલોલમાં કોલેરા ફેલાતા પાણીપુરીની લારીઓ બંધ કરાઈ

કલોલમાં કોલેરા ફેલાતા પાણીપુરીની લારીઓ બંધ કરાઈ

Share On

કલોલમાં કોલેરા ફેલાતા પાણીપુરીની લારીઓ બંધ કરાઈ

કલોલ શહેરના બે વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે શહેરમાં ચાર વ્યક્તિઓ ને કોલેરા થતા તંત્ર સાબદું થઈ ગયું છે.

જિલ્લા કલેકટર દ્વારા કોલેરા અસરગ્રસ્ત કલોલ ની મુલાકાત કરવામાં આવી હતી. તેઓએ પ્રાંત કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને રોગચાળા વિશે માહિતી મેળવી હતી અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે શું પગલાં ભરવામાં આવ્યા છે તેની જાણકારી મેળવી હતી.

આ બાદ તેઓએ શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કોલેરા ના દર્દીઓની ખબર અંતર પૂછી હતી અને ત્યારબાદ તેઓએ કલોલ સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના દાખલ દર્દીઓની મુલાકાત કરી હતી અને ડોક્ટરો તેમજ હાજર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ કલોલમાં પાણીપુરીની લારીઓ બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

કલોલ સમાચાર