ગાંધીનગર-કલોલ વચ્ચે સીટી બસ સેવા શરુ,અંબિકા-સિંદબાદના રહીશોને ફાયદો
ગાંધીનગરથી કલોલ વચ્ચે સીટી બસ સેવા શરુ કરાઈ છે. ગાંધીનગરના મેયરે શેરથાથી આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ પથિકાશ્રમથી ત્રિમંદિર,શેરથા,અંબિકા નગર અને સિંદબાદ સુધી દોડશે. લોકોને પડતી હાલાકીનો ઉકેલ લાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રૂટ પર ત્રણ બસ દોડાવવામાં આવશે.
View this post on Instagram
ગાંધીનગરમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં કલોલ શહેર અને આસપાસના સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કલોલથી અપડાઉન કરી રહ્યાં છે. તેઓને સમયસર એસટી બસ નહીં મળતા પારાવાર મુશ્કેલીઓ વેઠી ક્યારેક ખાનગી વાહનોમાં જોખમી મુસાફરકી કરીને ગાંધીનગરમાં આવવુ પડતુ હતું.જોકે હવે શહેરી બસ સેવા શરુ થતા લોકોને લાભ થશે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કોલવડા-આદરજ-ધમાસણા-કલોલ વચ્ચે પણ સીટી બસ સેવા ચાલી રહી છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.