કલોલના ઈસમને પાસા હેઠળ પાલારા જેલ, કચ્છ મોકલતી શહેર પોલીસ
કલોલ: કલોલ શહેર પોલીસે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા એક ઈસમ દિપક ઉર્ફે પિન્ટુ ભાટીને પાસા (PASA – Preventive Detention Act) હેઠળ કચ્છની પાલારા જેલમાં મોકલી આપ્યો છે. આરોપીએ અગાઉ ખૂન, ખૂનની કોશિશ જેવા ગંભીર ગુનાઓ આચર્યા હોવાનું જાણવા મળ્યું છે.જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમના આધારે કલોલ શહેર પોલીસે આરોપીને શોધી કાઢીને કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, દિપક ઉર્ફે પિન્ટુ ભાટીએ કલોલ અને આસપાસના વિસ્તારોમાં અનેક ગુનાઓ આચર્યા હતા, જેમાં હિંસક પ્રવૃત્તિઓ અને સમાજ માટે જોખમ ઊભું કરતી ઘટનાઓનો સમાવેશ થાય છે.કલોલ શહેર પોલીસે જણાવ્યું કે, આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા અને સમાજમાં શાંતિ જાળવવા માટે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને પાલારા જેલ, કચ્છ ખાતે મોકલી આવ્યો હતો.