કલોલમાં જન્મદિવસ નિમિત્તે સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું
કલોલના સામાજિક કાર્યકર્તા અને ભાજપના પ્રદેશ નેતા નિલેશભાઈ આચાર્ય એ તેમનાં જન્મદિવસ નિમિત્તે પૂર્વમાં આવેલ જ્યોતિ બા ફૂલે લાઈબ્રેરીમાં સફાઈ કામદારોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને લાઈબ્રેરીમાં આવેલ વિધાર્થીઓ ને પેન ભેટ આપી હતી.
આ પહેલાં પણ નિલેશભાઈ પોતાના પરિવાજનો ના જન્મદિવસ સેવા કાર્ય કરીને ઉજવતા આવ્યા છે અને આ વખતે પણ તેમણે આ પરંપરા જાણવી રાખી હતી.તેમના સેવાકાર્ય માંથી કલોલમા અન્ય લોકો પણ પ્રેરણા લઈ રહ્યાં છે અને સમાજસેવાની પ્રવુત્તિઓ કરી રહ્યાં.આ પ્રસંગે અરવિંદભાઈ પરમાર,રામજીભાઈ સોલંકી,શૈલેષભાઈ સોલંકી,કેતન રાઠોડ,કૃણાલ સુતરીયા,રતિભાઈ પરમાર અને અમૃતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.