ઈમ્પૅક્ટ : કલોલમાં ગેરકાયદે પ્રદુષિત પાણીના નિકાલ બદલ કઈ ફેક્ટરી સામે ફરિયાદ નોંધાઈ ?

ઈમ્પૅક્ટ : કલોલમાં ગેરકાયદે પ્રદુષિત પાણીના નિકાલ બદલ કઈ ફેક્ટરી સામે ફરિયાદ નોંધાઈ ?

Share On

પ્રદુષિત પાણીના નિકાલ બદલ કઈ ફેક્ટરી સામે ફરિયાદ

 

કલોલ સમાચાર ઓનલાઇન થોડા દિવસ અગાઉ પબ્લિશ થયેલ અહેવાલ બાદ દુષિત પાણીનો ગેરકાયદે નિકાલ કરતી એક ફેક્ટરી વિરુદ્ધ પ્રદુષણ બોર્ડે આકરી કાર્યવાહી કરીને ફરિયાદ દાખલ કરી છે. ફેક્ટરીની ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ ગંદા પાણીનો ગેરકાયદે જમીનમાં નિકાલ કરવા તેમજ જાહેર પાણી દુષિત કરીને જાહેર આરોગ્યને જોખમાવવા બદલ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલોલ રેલવે પૂર્વમાં આઝાદ નગરમાં આવેલ શ્રી એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરી પર પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કંપની બ્લ્યુ ડાઇઝનું ઉત્પાદન કરે છે. આ એકમ જરૂરી પર્યાવરણીય મંજૂરી વગર ધમધમી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. દોરી સાથે પથ્થર બાંધીને બોરવેલની ઉંડાઈ અંગે તપાસ કરતા આશરે ૬૦ ફુટ જેટલી ઉંડાઈ જણાયેલ. એકમ દ્રારા ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ ઔદ્યોગિક ગંદા પાણીના સંગ્રહ માટે જમીનમાં આશરે ૭ ફુટ ઉંડો ખાડો કે જે નો વ્યાસ આશરે ૬ ફુટ જણાયેલ તેમા આશરે ૩.૫ ફુટ ઉંડાઈ સુધી ઔદ્યોગિક ગંઘ પાણીનો સંગ્રહ કરેલ જોવા મળેલ.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

 

આ ખાડાની બાજુમાં ઔદ્યોગિક ગંદા પાણીના સંગ્રહ માટે પી.વી.સીની સ્ટોરેજ ટેન્ક પણ જોવા મળેલ. મુલાકાત સમયે, ખાડામાં સંગ્રહિત ઔદ્યોગિક ગંદા પાણી અને પી.વી.સી સ્ટોરેજ ટેન્ક માં સંગ્રહિત ઔદ્યોગિક ગંદા પાણીના બે નમુના પૃથક્કરણ અર્થે લીધેલ અને એકમના પ્રતિનીધીની હાજરીમાં સીલ કરેલ. બંને ઔદ્યોગિક ગંદા પાણીના નમુનાની pH 2 થી 4 (PH સ્ટ્રીપ પર) જણાયેલ અને બંન્ને નમુનાઓનો રંગ ઘેરો વાદળી જણાયેલ.

મુલાકાત સમયે, ઔદ્યોગિક ગંદુ પાણી એકમમાં જ્યાં ઢોળાયેલ તે જગ્યાએથી એક representative સોલિડ સેમ્પલ લીધેલ અને જ્યાં એકમ દ્રારા રિવર્સ બો રિંગ થતુ હોવાનુ જણાયેલ તે બોરવેલની આજુબાજુથી બીજુ સોલિડ સેમ્પલ લીધેલ, બંન્ને સોલિડ સેમ્પલ એકમના પ્રતિ નીધીની હાજરીમાં સીલ કરેલ, બે ઔદ્યોગિક ગંદા પાણીના નમુના અને બે સોલિડ સેમ્પલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની સેન્ટ્રલ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે જમા કરાવેલ છે.

અહીં ઉત્પન્ન થતા પ્રદુષિત પાણીનો નિકાલ એકમના પ્રિમાઇસિસમાં આવેલ બોરવેલમાં રિવર્સ બોરિંગ દ્વારા થઇ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કારણે આસપાસની જમીન અને પાણી પણ પ્રદુષિત થયું છે.જેથી ઉત્પાદન દરમિયાન ઉત્સર્જન થતા વાયુ પ્રદૂષકોને કારણે હવા પ્રદુષણ કરી ઝેરી પદાર્થોને કારણે મનુષ્યોના આરોગ્ય સાથે જાહેર ચેડાં કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.

સનસનાટી : કલોલ-છત્રાલ હાઇવે પર દિન દહાડે  2 કરોડ રૂપિયાની લૂંટ 

રેલવે પૂર્વ આનંદો : ફાટક પર T આકાર ઓવરબ્રિજની દરખાસ્ત મંજુર,હવે શું ?

ગેરકાયદે ઔધોગિક કચરો-પ્રદુષિત પાણી છોડતી છત્રાલ-કલોલ-ખાત્રજની કંપનીઓ પર તવાઈ બોલાવો 

 

કલોલ સમાચાર