કોંગ્રેસના નેતાનો કટાક્ષ બેરોજગારીના મુદ્દા પર ભાજપ સરકાર ચૂપ કેમ છે….
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ દરેક પાર્ટીના ઉમેદવારો પ્રચાર પૂર જોશમાં કરી રહ્યા છે. ગઈકાલના રોજ કોંગ્રેસ નેતા કનૈયા કુમાર કલોલના રેલવે પૂર્વ વિસ્તાર ખાતે જનસભા યોજવા માટે આવ્યા હતા. આ સભામાં ઘણી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
કોંગ્રેસ નેતા કનૈયાકુમારે બેરોજગારી મુદ્દે ભાજપની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે ભાજપને માત્ર માર્કેટિંગ કરવામાં જ રસ છે પ્રજાની ચિંતા કરવાનું કાર્ય તેમના દ્વારા થતું નથી, બેરોજગારીના મુદ્દે તેમના દ્વારા ચૂપી સાધી લેવામાં આવતી હોય છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા હોય ત્યારે ભાજપ સરકાર બેફામ ગતિએ વધારતી જઈ રહી છે. ડબલ એન્જિનની વાતો કરતી આ ભાજપ સરકાર માતા બહેનો પર થતા બળાત્કાર તેમજ અત્યાચાર પર ઢીલુ વલણ કયા કારણે અપનાવી રહી છે? જેવા આક્ષેપો કનૈયાકુમાર દ્વારા કરવામાં આવ્યા હતા.
કનૈયા કુમાર દ્વારા પ્રજાને બે માર્ગ બતાવવામાં આવ્યા હતા જેમાં પ્રથમ માર્ગ માં જેમ અત્યારે ચાલી રહ્યું છે તેમ ચાલવા દો અને બીજા માર્ગ માં કોંગ્રેસ પાર્ટી ને તમારો અમૂલ્ય મત આપી ભારે બહુમતી સાથે જીતાડી ગુજરાત તેમજ સમગ્ર દેશમાં પરિવર્તન લાવો….. કોંગ્રેસની આ સભામાં આંખોની દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી માનવ મહેરામણ જોવા મળ્યું હતું…. કલોલ ના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા કોંગ્રેસ નેતા કનૈયા કુમાર ને હાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામા આવ્યું હતું. કલોલની પ્રજામાં અત્યંત લોકપ્રિય બની ચૂકેલા ધારાસભ્ય બળદેવજી ઠાકોર પર જનતાને અનહદ પણે વિશ્વાસ હોય તેમ દરેક સભામાં આ રીતે માનવ મહેરામણના દ્રશ્યો જોવા મળતા હોય છે. તેમજ બળદેવજી ઠાકોર નો કાર્યશીલ સ્વભાવ કલોલી જનતા દ્વારા બિરદાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા કનૈયા કુમાર દ્વારા જંગી બહુમતીથી કોંગ્રેસ પક્ષને મત આપી વિજઇ બનાવ્વા કલોલ ની જનતાને અપીલ કરવામાં આવી હતી.