છાજીયા કૂટી કોંગ્રેસે કલોલમાં મોંઘવારીની રેલી કાઢી
કલોલમાં આજે ભાજપ સરકારના છાજીયા કૂટી કોંગ્રેસે મોઘવારી વિરુદ્ધ રેલી કાઢી હતી. દૂધ,તેલ,પેટ્રોલ ડીઝલ, શાકભાજી, ગેસના બાટલાના વધતા ભાવને કારણે જનતા અકળાઈ છે. સરકારને પ્રજાની કૈંજ પડી નથી તેવો અહેસાસ થઇ રહયો છે. આટલી કારમી મોંઘવારીમાં ઘર કેમ ચલાવવું તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા સતત ભાવ વધારવામાં આવી રહ્યા છે.
કલોલ કોંગ્રેસ દ્વારા ઊંટલારીમાં ભાજપ હાય હાય ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવતા માહોલ ગરમાઈ ગયો હતો. બળદેવજી ઠાકોર તેમજ શહેર અને તાલુકાના કૉંગેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપનો હુરિયો બોલાવી મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
ધારાસભ્ય કાર્યાલયથી નીકળેલ રેલી કલોલમાં ફરીને મામલતદાર ઓફિસે પહોંચી હતી. અહીં બળદેવજી ઠાકોર,શહેર કોંગ્રેસ પ્રમુખ,તાલુકા પ્રમુખ,તાલુકા પંચાયત પ્રમુખ,વિપક્ષના નેતા સહીતના પદાધિકારીઓએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
