આવતીકાલે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા કલોલ પહોંચશે

કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા કલોલ મુકામે આવી રહી છે. ત્યારે કલોલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા ભાઈઓ, બહેનો,યુવાનો, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન ના તમામ પ્રમુખો, તેમજ હોદ્દેદારો, નગરપાલિકાના તમામ કાઉન્સિલરો, તાલુકા પંચાયતના તમામ સદસ્યો,ડેલિકેટો, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, ના તમામ હોદ્દેદારોને યાત્રાના સ્વાગત સત્કાર માટે તારીખ 15/10/2022 શનિવારના રોજ બપોરે 1:00 વાગે સિંદબાદ બ્રિજ પાસે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.
કલોલ બેઠકના દાવેદારના સમર્થકોએ અતિ ઉત્સાહમાં ફટાકડા ફોડી દેતા ટિકિટ કપાણીના વાવડ
યાત્રાના સ્વાગત સત્કાર બાદ પરિવર્તન યાત્રા બાઈક રેલી સ્વરૂપે કલોલ શહેર માં પણ ફરશે અને ત્યારબાદ કલોલ ના મધ્ય ગણાતા એવા સિટી મોલના ગ્રાઉન્ડમાં સભા યોજાશે જેથી કલોલ શહેર તેમજ તાલુકાના તમામ અગ્રણીઓ ,વડીલો, હોદ્દેદારો, આગેવાનો,કાર્યકર્તા ઓ તેમજ યુવાનો એ હાજર રહેવા માટે કોંગ્રેસ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. તદુપરાંત દરેક યુવાનો, આગેવાનો, હોદ્દેદારો ને બાઇક કે એક્ટિવા સાથે યુવા પરિવર્તન રેલીમાં જોડાવવા માટે ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

