કલોલમાં રેકોર્ડ 81 કોરોના કેસ નોંધાયા, રાજ્યમાં કેટલા જાણો

કલોલમાં રેકોર્ડ 81 કોરોના કેસ નોંધાયા, રાજ્યમાં કેટલા જાણો

Share On

કલોલમાં રેકોર્ડ 81 કોરોના કેસ નોંધાયા

કલોલમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી 30થી 40 દૈનિક કેસ નોંધાતા હતા પણ હવે આંકડો હવે ડબલ થઈને 81 કેસ સુધી પહોંચી ગયો છે.ગાંધીનગર જિલ્લાના કલોલમાં હાલ સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ગઈકાલે કલોલ શહેર અને તાલુકામાં મળીને કુલ 81 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે.સૌથી વધુ કેસ અદાણી શાંતિગ્રામમાં નોંધાયા છે.

બીજી તરફ બોરીસણામાં પણ 15 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નારદીપુરમાં 9,હાજીપૂર અને પાનસરમાં 7-7 જેટલા કેસ નોંધાયા હોવાની વિગત સામે આવી છે.

ગુજરાતમાં આજે પણ કેસમાં નવો રેકોર્ડ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,485 નવા કેસ નોંધાયા છે.

આજે 10,310 દર્દીઓ સાજા થયા
આજે કોરોનાથી 13 મોત
શહેરોમાં કેસ
અમદાવાદ 9837
સુરત 2981
રાજકોટ 1333
વડોદરા 2823
રાજ્યમાં એક્ટીવ કેસ 104888
આજે કોરોના વેક્સિનના 2.47 લાખ ડોઝ અપાયા
અત્યાર સુધી કુલ  9.58 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે.

કલોલ સમાચાર