ગાઈડલાઇન જાહેર,ક્યાં કરફ્યુ અને ક્યાં મુક્તિ
રાજ્યમાં કોરોનાના વધતા કેસોને લઈને સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. રાજ્યના 10 શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યો છે.રાત્રિ કરફ્યુ રાજયના અમદાવાદ શહેર, વડોદરા શહેર,સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જુનાગઢ શહેર, ગાંધીનગર શહેર, ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર અને નડીયાદમાં દરરોજ રાત્રિના ૧૦.૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રિ કર્ફ્યું અમલમાં રહેશે.
સરકારની નવી ગાઈડલાઈન જાહેર
ધો. 1 થી 9 ના ક્લાસ 31 મી સુધી બંધ કરાયા
શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે.
10 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યૂ.
દુકાનો રાત્રે 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે.
હોટલ, રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે.
હોટલ, રેસ્ટોરન્ટને 75 ટકા ક્ષમતા સાથે જ મંજૂરી.
હોમ ડિલિવરી સેવા રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે
રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં 400 લોકોની મર્યાદા
સિનેમા અને જીમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલશે
પબ્લિક અને પ્રાઈવેટ બસ 75 ટકા સાથે ચાલશે
સમગ્ર રાજ્યમાં કોરોનાનો બ્લાસ્ટ
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 5396 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 2281 કેસ
સુરત શહેરમાં 1350, સુરત ગ્રામ્ય 102 કેસ
વડોદરામાં 239 કેસ રાજકોટમાં 203
આણંદમાં 133, વલસાડમાં 142
ખેડામાં 104, કચ્છમાં 92, ગાંધીનગરમાં 91
છેલ્લા 24 કલાકમાં 1158 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 18583
રાજ્યમાં કોરોનાથી 1 દર્દીનું મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,49,762
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,21,541
રાજ્યમાં ઓમિક્રોનના એકપણ કેસ નહીં