કલોલ હાઇવે પર તંત્રના વાંકે ગાય ખુલ્લી ગટરમાં ખાબકી

કલોલ હાઇવે પર તંત્રના વાંકે ગાય ખુલ્લી ગટરમાં ખાબકી

Share On

ગાયત્રી મંદિર પાસે આવેલ ખુલ્લી ગટરમાં એક ગાય ખાબકી…….

કલોલમાં અવારનવાર ખુલ્લી ગટરોમાં ગાયો ખાબક્તિ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલી રહ્યું નથી. કલોલ હાઇવે પર ગાયત્રી મંદિર પાસે આવેલ ખુલ્લી ગટરમાં એક ગાય ખાબકી હતી જેને મહા મુસીબતે રેસ્ક્યુ કરવામાં આવી હતી. અવાર નવાર ગાયો સાથે થતી દુર્ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં પણ રોષની લાગણી ફેલાય છે. તંત્ર દ્વારા આ ખુલ્લી ગટરોને ઢાંકી દેવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.

કલોલ હાઇવે પર ગુજરાત રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા ગટરોને ઢાંકવામાં આવી નથી. કેટલી જગ્યાએ ગટરોના ઢાંકણા તૂટી ગયા છે પરંતુ તેને બદલીને નવા ઢાંકણા નાખવાની તસ્થી પણ કંપની દ્વારા લેવામાં આવી રહી નથી.

જેના પગલે ગાય તેમજ અન્ય જનાવર આ કાળરૂપી ખુલ્લી ગટરોમાં પડી જતી હોય છે તેમજ જીવદયા પરિવાર દ્વારા તેમને બહાર કાઢવામાં આવતા આવતી હોય છે પરંતુ આ ઘટના વારંવાર બનતી હોવા છતાં પણ કંપની હજુ પણ આળસ ખંખેરીને આ ગટર ઉપર ઢાંકણા મુક્તિ નથી જેને કારણે જનતામાં જી.આર.આઈ.સી.એલ કંપની પ્રત્યે રોષની લાગણી ફેલાય છે.

 

 

કલોલ સમાચાર