કલોલમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા મહામહેનતે રેસ્ક્યુ કરાઈ
કલોલ શહેરમાં સિંદબાદ નજીક ગટરમાં ગાય ખાબકી હતી. ગટરમાં ગાય પડતા તેને મહા મહેનતે રેસ્ક્યુ કરવામાં આવી હતી. ગાય પડવાના સમાચાર મળતા જીવદયા પ્રેમીઓ એકત્ર થઈ ગયા હતા. આ બાદ ટ્રેકટર વડે તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.
કલોલમાં તંત્રની બેદરકારીને કારણે ગાય ગટરમાં પડી હોવાનો મામલો સામે આવ્યો છે. રોયલ હોન્ડા સામે જ ખુલ્લી ગટરમાં ગાય પડતા તેના જીવન મરણનો સવાલ ઉભો થયો હતો. શહેરમાં અનેક સ્થળોએ ગટરો ખુલ્લી હોવાથી અકસ્માતનું જોખમ ઉભું થયું છે. જેથી આ ગટરો પર ઢાંકણા લગાવવાની માંગ થઈ રહી છે.