કલોલમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઈન તૂટતાં અફરાતફરી 

કલોલમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઈન તૂટતાં અફરાતફરી 

Share On

 ગેસ અને ગટરની પાઇપલાઈનમાં ભંગાણ

કલોલમાં જિયો કંપની દ્વારા ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇન તુટી જતા ગેસ પુરવઠો આવતો  અટકી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા. તેની સાથે સાથે ગટરલાઇનમાં પણ ભંગાણ સર્જાયું હતું. કંપનીઓ ગેરકાયદે પૂછ્યા વગર આડેધડ ખોદકામ કરતી હોવાથી અવાર નવાર પાઇપ તૂટી જવાના બનાવ વધી  રહ્યા છે.

કલોલમાં આવેલ બોરીસણા રોડ પર જિયો દ્વારા ફાઈબર નાખવાનું કામ ચાલી રહ્યું છે. અહીં ખોદકામ દરમિયાન સાબરમાટી ગેસની પાઇપલાઈનને નુકશાન  પહોંચતા લીકેજ સર્જાયું હતું. જેની જાણ સાબરમતી ગેસને થતા ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને લીકેજ અટકાવ્યું હતું. લીકેજને પગલે આસપાસની સોસાયટીઓમાં પહોંચતો ગેસનો સપ્લાય અટકી જતા લોકોને રસોઈ બનાવવામાં ભારે સમસ્યા સર્જાઈ હતી. જેને કારણે હોટેલોમાંથી જમવાનું મંગાવવાની ફરજ પડી હતી.

 

આ ખોદકામ દરમિયાન ગેસ લાઈનની સાથે સાથે ગટર લાઈન પણ તૂટી ગઈ હતી. કંપનીઓ દ્વારા સોસાયટીઓ કે નગરપાલિકાની મંજૂરી વગર જ આડેધડ મનફાવે તેમ ખોદકામ કરી દેવામાં આવે છે જેને કારણે નિર્દોષ નાગરિકોને સમસ્યાઓમાં પીસાવું પડી રહ્યું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલના વર્ધમાનનગરમાં આવેલ હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા,વાંચો

 

કલોલ સમાચાર