એવું તે શું બન્યું કે જેથી અખબારો કલોલને ગાંધીનગરનું ક્રાઈમ કેપિટલ ગણાવી રહ્યા છે, વાંચો ક્લિક કરીને

એવું તે શું બન્યું કે જેથી અખબારો કલોલને ગાંધીનગરનું ક્રાઈમ કેપિટલ ગણાવી રહ્યા છે, વાંચો ક્લિક કરીને

Share On

એવું તે શું બન્યું કે જેથી અખબારો કલોલને ગાંધીનગરનું ક્રાઈમ કેપિટલ ગણાવી રહ્યા છે, વાંચો ક્લિક કરીને

  • કલોલમાં રાજકીય સંરક્ષણ મળતા અસામાજિક તત્વો-માથાભારે ગુંડાઓ ફાટીને ધુમાડે ગયા
  • કલોલના બે જાણીતા અખબારોએ આજે તંત્રનો ઉધડો લઈ લીધો છે

કલોલ : ગાંધીનગર જિલ્લાનાં કલોલ શહેર અને તાલુકામાં રાજકીય પીઠબળને કારણે અસામાજિક અને માથાભારે તત્વો સદંતર રીતે બેફામ બનીને વર્તી રહ્યા છે. ધોળે દહાડે મારામારી, હત્યા અને ફાયરિંગના બનાવો બની રહ્યા છે. સામાન્ય માણસને ઘરની બહાર નીકળવું હોય તો પણ ભયમાં રહે છે. એક સમયનું કિલ્લોલ કરતું કલોલ આજે ક્રાઈમ સીટી બની ગયું છે.

કલોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગઈ છે તેનું સૌથી મોટું ઉદાહરણ પત્રકાર ઉપર થયેલો હુમલો છે. કલોલના ઇતિહાસમાં આજ દિન સુધી પત્રકાર પર હુમલો થયો હોય તેવો બનાવ નોંધાયો નથી પરંતુ ગયા અઠવાડિયે પૂર્વનિયોજિત કાવતરું ઘડીને પત્રકારને નંબર પ્લેટ વગરની કાળા કાચ વાળી કાર વડે આંતરીને  તેની પર  જીવલેણ હુમલો કરાયો તે શરમજનક છે અને આ બાબતે વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલા ભરવામાં આવ્યા નથી તે બાબત તંત્ર કેટલું પાંગળુ અને લાચાર થઈ ગયું છે તેની ચાડી ખાય છે.

કલોલમાં છેલ્લા એક વર્ષથી માથે માથાભારે ગુંડાઓએ માથું ઊંચક્યું છે. તેમને રોકનાર કે ટોકનાર કોઈ જ નથી અને દિનપ્રતિદિન આ માફિયાઓ બેફામ બનતા જાય છે. આ માફિયાઓ ઉપર પોલીસ તંત્રનો કોઈપણ જાતનો કાબુ રહ્યો નથી. કલોલ શહેરના મોટાભાગના અસામાજિક તત્વો ઉપર તેમના રાજકીય આકાઓના ચાર હાથ છે જેને લીધે તેઓ હંમેશા માટે બચી જશે તેવા વહેમમાં દાદા થઈને ફરતા હોય છે.

કલોલ શહેરમાં થોડા દિવસ અગાઉ બિલ્ડર રૂપાજી પ્રજાપતિ દ્વારા તેમના જમાઈ અને ભાઈનું અપહરણ કરી ઢોરમાર મારીને હત્યા કરાઈ હતી. આ રૂપાજી બિલ્ડર ને પકડવામાં પોલીસને બેથી ત્રણ દિવસનો સમય લાગ્યો હતો ત્યારે તેની કાર્ય પદ્ધતિ ઉપર સવાલો ઊભો થયો છે.

બીજી તરફ કલોલમાં જીઇબીની સામે આવેલ એક પકોડીના સ્ટોલ ધારકને જાહેરમાં છરીઓના ઘા મારવામાં આવ્યા હોવાનો બનાવ પણ સામે આવ્યો છે. જેને કારણે આસપાસ રહેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કલોલ પાસે આવેલા કસ્તુરી નગરમાં ગરબા દરમિયાન મારામારી થઈ હતી જેમાં રેલ્વે પૂર્વમાં રહેતા યુવાનોએ એક યુવાનની હત્યા કરી હતી જ્યારે તેના ભાઈને ઇજાગ્રસ્ત કર્યો હોવાનો બનાવ પણ બન્યો છે.

કલોલ શહેર અને તાલુકામાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે ડર જ રહ્યો નથી તેમ બેફામ બન્યા છે. છડે ચોક મારા મારી હત્યા જેવા ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા હોવાની નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે.

કલોલ તેમજ આસપાસનાં વિસ્તારમાં અપરાધીઓ કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ વર્તીને ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે.આ સંજોગોમાં પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા થયા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા ભયનો માહોલ સર્જાયો છે ત્યારે પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

ત્રણેય પીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લો

કલોલ શહેર અને તાલુકામાં ગુનાઓ સતત નોંધાઈ રહ્યા છે. પોલીસ તંત્ર બેધ્યાન છે. કોઈપણ જાતનું પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. શોપિંગ સેન્ટરો અને પાનના ગલ્લે મોડી રાત સુધી લુખ્ખાઓ બેસી રહેતા હોય છે પરંતુ હરામ બરાબર જો પોલીસ એક હરખ ઉચ્ચારી અથવા તો એક્શન લે. કલોલમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો સમીક્ષા કરવાનો સાચો સમય આવી ગયો છે અને રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આ બાબતે ધ્યાન લઈને પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરે તેવી પ્રજા આશા લગાવીને બેઠી છે.

ગૃહરાજ્ય મંત્રી રાજીનામું આપે

ગુજરાતની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. જાહેરમાં મારામારી અને હત્યાના અનેક બનાવો નોંધાયા છે જેને પગલે રાજ્યના નાગરિકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી એ પોતાની જવાબદારી સમજીને રાજીનામું આપી દેવું જોઈએ તેઓ પ્રજામાં મત ઉઠ્યો છે.

શહેરનાં શોપિંગ કોમ્પ્લેક્સ આગળ ન્યુસન્સ વધ્યું

કલોલ હાઇવે પર આવેલા તિરુપતિ એમ્પાયર સહિતના શોપિંગ સેન્ટરો પર લુખ્ખા છેલબટાઉ યુવકો મોડી રાત્રી સુધી બેસી રહેતા હોય છે. આ અસામાજિક તત્વો ઠઠા મશ્કરીઓ કરતા હોવાથી મહિલાઓ અસલામતીની લાગણી અનુભવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા તિરુપતિ એમ્પાયર સહિતના શોપિંગમાં બેસી રહેતા આવારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગણી ઉઠી છે.

નંબર પ્લેટ વગરની કાળા કાચ વાળી કારથી હુમલો

કલોલ સમાચાર