મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ
કલોલ રોગચાળામાં મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ કરાઈ છે.રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લના કલોલ શહેરમાં સ્થાનિક નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા નાગરિકોના આરોગ્યની જાળવણીના મુદ્દે બેદરકારી દાખવવાને લીધે અત્યાર સુધીમાં બે વાર ફાટી નીકળેલા કોલેરાના રોગચાળામાં છ લોકોના મોત થયેલ છે.
જેમાં નાના ફૂલ જેવા બાળકોનો પણ સમાવેશ થાય છે.નાગરિકોના આરોગ્યના અધિકારને લઈને લોકોના જીવન સાથે ખિલવાડ કરનાર બેદરકારી દાખવનાર અધિકારીઓની જવાબદારી નક્કી થવી ખુબ જરૂરી છે અને જવાબદાર અધિકારીઓની બેજવાબદારી સામે ફોજદારી અને ખાતાકીય પગલાં ભરવા જરૂરી છે.
ભારતીય બંધારણના આર્ટિકલ 21 મુજબ નાગરિકોના ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારોનું અને માનવ અધિકારોનું હનન થયેલ છે અને નાગરિકોના માનવ અધિકારોની રખેવાળી કરવામાં સ્થાનિક સતાતંત્ર સદંતર નિષ્ફળ રહેતા લોકોએ પોતાના જીવથી કિંમત ચૂકવી છે.
રાજ્યના પાટનગરની બાજુમાં જ આવેલ કલોલ શહેર ખાતે અનુસૂચિત જાતિ અને પછાતવર્ગના લોકો જ્યાં રહે છે તે વિસ્તારમાં પચાસ વર્ષ જૂની ગટરોની પાઈપલાઈનમાં લીકેજ થવાથી અન્ય ગટરની લાઈનોનું પાણી મિક્સ થતા હાલમાં બીજીવાર કોલેરાનો રોગચાળો ફાટી નીકળેલ છે, સ્થાનિક લોકો, પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાંય આ બાબતે કોઈ જ પગલા ભરવામાં ન આવતા જેમાં બે વાર ફાટી નીકળેલ કોલેરાના રોગચાળામાં છ લોકોના મોત થયેલ છે જેમાં છેલ્લે નવ માસના બાળકનું પણ અવસાન થયેલ છે, અગાઉ પણ કોલેરા ફાટી નીકળેલ હતો જેમાં પાચ લોકોના મોત થયેલ હતા.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે કિલોમીટરના ત્રીજીયામાં આવતા એરિયાને કોલેરાગ્રસ્ત જાહેર કરેલ છે.
કલોલમાં બે વાર ફાટી નીકળેલ કોલેરામાં છ લોકોના મોતના મામલે સ્થાનિક સતા તંત્રની બેદરકારીના કારણે છ નાગરિકોના થયેલ મોતના મામલે નાગરિકોના માનવ અધિકાર ભંગ સામે અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા જુદીજુદી ત્રણ માનવ માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં દાખલ કરી છે.
આ ત્રણ પિટિશનમાં સ્થાનિક તંત્રને બેદરકારીને લીધે મરમાર વ્યક્તિઓના માનવ અધિકારોના ભંગ સામે દરેક વ્યક્તિના આશ્રિત પરિવારના સભ્યોને રુ પચાસ લાખનું વળતર ચુકવવા માટે રાજ્ય સરકારને દિશા નિર્દેશ આપવા માટે આ પિટિશન દાખલ કરવામાં આવેલ છે.