કલોલમાં ધમધમી રહેલ ઇમારતોની બીયુ પરમિશન ચકાસવા માંગ
સરકારે તમામ બિલ્ડીંગો માટે બીયુ પરમિશન ફરજીયાત કરી છે. કલોલમાં આવેલ અનેક ઇમારતો બીયુ પરમિશન વગર ધમધમી રહી છે. શહેરના જગૃત નાગરિકોને ધ્યાને આ વાત આવતા છેક ઉપર સુધી રજૂઆત કરી છે. કલોલની અનેક બિલ્ડીંગ, શાળાઓ,કોમર્શિયલ કોમ્પ્લેક્સ,હોસ્પિટલો પાસે બીયુ પરમિશન નથી. આ સંજોગોમાં કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ ઉદ્ભવ્યો છે.
કલોલમાં મંજૂરી વગર અનેક ઇમારતો ચણાઈ ગઈ છે. આ ઇમારતો પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન તેમજ ફાયર એનઓસી ધરાવે છે કે નહીં તેની તપાસ કરવી જરૂરી બની છે. કલોલની ખાનગી ઇમારતોનો હજારો લોકો રહેણાંક તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સ તરીકે ઉપયોગ કરે છે. બીયુ પરમિશનનું ઉલ્લંઘન કરીને ચાલતી ઇમારતો પર કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
કલોલની ઇમારતોને બીયુ પરમિશન આપવાની સત્તા હવે ઔડા પાસે છે. આ સંજોગોમાં જાહેર હિતને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા કલોલમાં આવેલ તમામ ઇમારતોમાં બીયુ પરમિશનની તપાસ કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
કલોલમાં અનેક મોટા શોપિંગ સેન્ટરો આવેલ છે. આ ઇમારતો પાસે જરૂરી મંજૂરી છે કે પછી ગેરકાયદે તાણી બાંધવામાં આવ્યા છે તેની તપાસ પણ જરૂરી બની છે. ઔડા દ્વારા થોડા દિવસ અગાઉ કલોલની હોસ્પિટલોને બીયુ પરમિશન ને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. ઔડા કલોલ માટે ગંભીર બનીને લોકોની સુરક્ષા માટે શહેરની તમામ બિલ્ડીંગોની ચકાસણી કરીને મંજૂરી ન હોય તો સીલ અથવા ડિમોલિશન કરાય તેવી માંગણી બળવત્તર બની રહી છે.
કલોલ પૂર્વમાં ખાડા રાજ, પાઇપ લાઈન બદલવાની કામગીરીથી લોકો બેહાલ,કમરના મણકા ભાગી નાખ્યા
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
