કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંકુલમાં આરોગ્ય સુવિધાઓ વધારવાની માંગ ઉઠી છે. બીવીએમ ફાટકે ઓવરબ્રિજ બનાવાના કામને કારણે પૂર્વ વિસ્તારમાં જતા માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.અહીં કાયમી ધોરણે 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી પણ માંગણી ઉઠી છે. હવે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય અને ઝડપી પગલાં લેવાય તેવી લોકોમાં આશા છે.
હવે બીવીએમ ફાટકથી ફક્ત ટૂ-વ્હીલર્સ જ પસાર થઈ શકે છે, જ્યારે રેલ્વે ગરનાળામાં પણ માત્ર રિક્ષા અને બાઈક ચાલકોને જ પ્રવેશની મંજૂરી છે. મોટા વાહનો માટે માણસા ઓવરબ્રિજથી અવરજવર કરવી ફરજિયાત બની છે.
આ સંજોગોમાં જો કોઈ મેડિકલ ઇમરજન્સી થાય, તો 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચવામાં ગંભીર વિલંબ સર્જાઈ શકે છે. ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અટવાઈ જાય તો દર્દીના જીવ પર જોખમ ઊભું થઈ શકે છે.
જેમના કારણે ડોક્ટર આંબેડકર આરોગ્ય સંકુલમાં તાત્કાલિક આરોગ્ય સેવાઓ વધારવાની માંગ ઊઠી છે. લોકોએ આ સંકુલમાં પણ કલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
સાથે સાથે અહીં કાયમી ધોરણે 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી પણ માંગણી ઉઠી છે. હવે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય અને ઝડપી પગલાં લેવાય તેવી લોકોમાં આશા છે.