નારદીપુરમાં ગામ બહારના વ્યક્તિઓનું દબાણ દૂર કરવા માંગ
BY પ્રશાંત લેઉવા
કલોલ તાલુકાના નારદીપુરમાં દબાણનો પ્રશ્ન વિકટ બન્યો છે. નારદીપુર ગ્રામ પંચાયતની જગ્યા અને સરકારી પડતર જગ્યામાં બહારના લોકોએ દબાણ કરી દીધું હોવાથી તેને દૂર કરવા માટેની માંગણી કરાઈ છે.

નારદીપુર ગ્રામ પંચાયતની ખુલ્લી જમીન, સરકારી પડતર જમીન અને ગૌચરની ખાલી પડેલ જગ્યા ગામના લોકો ઉપયોગ કરે છે. પશુપાલન અને નાના મોટા પ્રસંગોમાં આ જગ્યાનો ઉપયોગ થતો હોય છે પરંતુ નારદીપુર ગામની પંચાયત, ગૌચર અને સરકારી પડતર જમીનો પર બહારના અજાણ્યા વ્યક્તિઓ દ્વારા નારદીપુર માં જેને કોઈ મિલકત નથી કે ગામના વતની નથી તેઓએ ગેરકાયદેસર રીતે કબજો કરી દીધો છે.
ગામ લોકો સિવાયના બહારના લોકોએ ઘણા સમયથી આ જગ્યા પર દબાણ કરી દીધું છે અને તે જગ્યાએ રહીને વેપાર-ધંધો કરે છે. આ સંજોગોમાં નારદીપુરમાં બહારના લોકો દ્વારા મોટાપાયે દબાણ કરી જગ્યાઓ પચાવી પાડવાના પ્રયત્નો થઈ રહેલ છે જેને પગલે સમગ્ર નાદીપુર ગામ દ્વારા ગેરકાયદેસર રીતે વસતા લોકોની સરકારી જમીનનો ખાલી કરાવવાની માંગ કરાઈ છે.