કલોલ પૂર્વની ગુજરાત હાઉસિંગ સોસાયટીના લોકોએ જાતે દબાણ દૂર કરી દાખલો બેસાડ્યો

કલોલ પૂર્વની ગુજરાત હાઉસિંગ સોસાયટીના લોકોએ જાતે દબાણ દૂર કરી દાખલો બેસાડ્યો

Share On

કલોલ પૂર્વની ગુજરાત હાઉસિંગ સોસાયટીના લોકોએ જાતે દબાણ દૂર કરી દાખલો બેસાડ્યો

કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ સોસાયટીના રહીશોએ જાતે જ પોતાનો દબાણ દૂર કર્યું હતું. સોસાયટીમાં આવવા જવાનો રસ્તો એકદમ સાંકડો થઈ જતા રહીશોએ એક સાથે બેસીને નિર્ણય લીધો હતો અને કલોલ નગરપાલિકામાં રજૂઆત કરીને દબાણ હટાવવા માટે માંગ કરી હતી. જેને પગલે નગરપાલિકા પ્રમુખ દ્વારા રહીશોને પડી રહેલ અગવડ દૂર કરવા ખાતરી આપવામાં આવી હતી.

જેને પગલે કલોલ નગરપાલિકાએ એક જેસીબી મોકલીને તમામ મકાનો આગળથી ઓટલા દૂર કરાયા હતા.ઓટલા દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન રોડ તૂટી જતા તેને ફરીથી નવો બનાવવાની પણ રહીશોએ માંગ કરી હતી. કલોલમાં સોસાયટી દ્વારા પ્રથમ વખત જાતે જ દબાણ દૂર કરવાની આ પ્રથમ ઘટના સામે આવી છે. લોકોને પડતી હાલાકી ધ્યાનમાં લઈને તમામ સોસાયટીઓ દ્વારા જાતે જ આ રીતે દબાણ હટાવવામાં આવે તો મોટી રાહત થઈ શકે તેમ છે.

કલોલ સમાચાર