કલોલમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવા માંગ ઉઠી, રેલવે તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં 

કલોલમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવા માંગ ઉઠી, રેલવે તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં 

Share On

વેપારી મથક છતાં ટ્રેનોનું સ્ટોપેજ નહીં

BY પ્રશાંત લેઉવા

 

કલોલમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવતું નથી. પ્રજાની વર્ષો જૂની રજુઆત બાદ ફક્ત ત્રણ નવી ટ્રેનોને સ્ટોપેજ અપાયું છે. કલોલમાં ઉપરથી નીચે સુધી ભાજપ હોવા છતાં આ અન્યાય થઈ રહ્યો છે તેમ લોકો જણાવી રહ્યા છે. વધારામાં પૂરું અમદાવાદ મહેસાણા વચ્ચે ચાલતી લોકલ ટ્રેનોની સંખ્યા પણ ઓછી કરી દેવાઈ છે.

ગુજરાતની સાથે સાથે કલોલનો પણ વિકાસ થઇ રહ્યો ત્યારે કલોલ શહેર પણ તેની વ્યાજબી માંગણીઓ વર્ષોથી કરતુ આવ્યું છે પણ જવાબદાર તંત્ર દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કોઈ કોશિશ કરવામાં આવી નથી.

કલોલ એક ઔધોગિક નગર તરીકે વિકસી રહ્યું છે, છત્રાલ તેમજ કલોલ જીઆઈડીસીમા ઘણી બધી ફેકટરીઓ આવેલી છે તેમજ બજારનો પણ સારા પ્રમાણમાં વિકસ્યું છે ત્યારે યોગ્ય પરિવહનની સેવા મળે તેવી શહેરવાસીઓની મંગની છે.

કલોલમાં વેપાર ધંધા માટે દુર દુરથી લોકો આવ્યાં છે ત્યારે રેલ્વે હાલના સમયમાં સૌથી સુરક્ષિત અને સસ્તો પરિવહન વિકલ્પ છે.  કલોલ એક જંકશન હોવા છતાં અહી લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવ્યું નથી જેને કારણે મુસાફરોને છેક અમદાવાદ સુધી લાંબા થવું પડે છે.

ખુશ ખબર:કલોલને મળી નવી ટ્રેન,સીધા વડનગર પહોંચાશે,વાંચો વિગત 

 

ઉલ્લેખનીય છે કે કલોલ અને આજુબાજુનાં ગામડાઓમાં ૩ લાખથી પણ વધુ વસ્તી વસવાટ કરે છે છતાં વર્ષોથી કલોલ પ્રત્યે ઓરમાયું વર્તન રાખીને લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવતું નથી.

શહેરમાં નવજીવન રોડ, મહેન્દ્ર મિલ રોડ, પાલિકા બજાર, સ્ટેશન રોડ પરનાં વેપારીઓએ ધંધા અર્થે દિલ્હી – મુંબઈ જતી ટ્રેનો કલોલ રેલ્વે સ્ટેશન રોકાય તેવી માંગ કરી ચુક્યા છે જો કે તેઓની વાત પણ પ્રશાસનને સાંભળી નથી. અધૂરામાં પૂરું અમદાવાદ – મહેસાણા વચ્ચે ઈલેક્ટ્રીફીકેશનનું કામ ચાલુ હોઅવથી તે ટ્રેનો પણ બંધ કરી દેવાતાં આજુબાજુનાં ગામડાનાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર