રેલવે પૂર્વમાં ભાજપના 9 કાઉન્સિલરો હોવા છતાં કામગીરીમાં મીંડું

રેલવે પૂર્વમાં ભાજપના 9 કાઉન્સિલરો હોવા છતાં કામગીરીમાં મીંડું

Share On

ભાજપના 9 કાઉન્સિલરો

રેલવે પૂર્વ વિસ્તારની 30 હજારની જનતા હાલ ભારે હાલાકીઓનો સામનો કરી રહી છે. વિસ્તારના કુલ 12 કાઉન્સિલરો માંથી 9 કાઉન્સિલરો ભાજપના હોવા છતાં તેમજ સત્તામાં હોવા છતાં રેલવે પૂર્વ વિસ્તારના ઉચિત વિકાસમાં નિષ્ફ્ળ નીવડ્યા છે.રોડ રસ્તાની વાત હોય, ગટરની વાત હોય, ગંદકીની વાત હોય કે રખડતા ઢોરોની એક પણ કાઉન્સિલર ખુલીને બોલી શક્યો નથી.

શું છે મુખ્ય સમસ્યાઓ ?

તૂટેલા રોડથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
ઓએનજીસી રોડથી લાયન્સ નગરનો રોડ હજુ એક વર્ષ અગાઉ બન્યો હોવા છતાં તૂટી ગયો છે, વાહનચાલકોના વાહનની હાલત ખરાબ થઇ ગઈ છે. આજ રોડ પર ઠેરઠેર પાણી ભરાઈ રહ્યું છે.રહીશોનો આક્ષેપ છે કે આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે.

ચામુંડા સોસાયટી પાછળ આજ રોડ પર  કચરાના ઢગલા છે, બાવળ ઉગી નીકળ્યા છે પણ હજુ સુધી તેની કોઈ કામગીરી કરાઈ નથી.

રઘુવીર ચોકડી મુખ્ય સેન્ટર હોવા છતાં આ ચાર રસ્તા પર જબરદસ્ત ખાડા અને રોડ તૂટેલ છે. વિસ્તારના તમામ કાઉન્સિલરો દિવસમાં એક વખત અહીંથી પસાર થતા હશે પણ તેમના પેટનું પાણી નથી હલી રહ્યું. અંડરબ્રિજમાં પાણી ભરાઈ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ હજુ સુધી શોધી શકાયો નથી.

 

ઓએનજીસી રોડ વચ્ચે ગાયો ઉભી રહે છે,ગંદકી કરે છે છતાં નગરપાલિકા પગલાં નથી ભરી રહી.

બીવીએમ ફાટકથી બળિયા ફાટકને જોડોતો મુખ્ય રોડ દરવર્ષે નવો બનાવવામાં આવતો હોવા છતાં તૂટી જાય છે. આ રોડ પરના દબાણો દૂર કરી તેન ફોર લેન બનાવવામાં આવે તેવી રહીશોની માંગણી છે.

 

કલોલ પૂર્વ ઓમ એપાર્ટમેન્ટમાં દારૂ પી ને ધમાલ મચાવતા લોકોનો આતંક,પોલીસ પોઇન્ટ મુકવા માંગ  

કલોલ સમાચાર