યુવાનની ડીએસપીને રજૂઆત છતાં કલોલ તાલુકા પોલીસ મુકદર્શક બની

યુવાનની ડીએસપીને રજૂઆત છતાં કલોલ તાલુકા પોલીસ મુકદર્શક બની

Share On

કલોલમાં ત્રણ આરોપીઓના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરનારે ડીએસપી સુધી ફરિયાદ  હોવા છતાં તાલુકા પોલીસ દ્વારા હજુપણ ફરિયાદ નોંધવામાં આવી નથી. ફરિયાદી યુવકે  મજુર હાઉસિંગ સોસાયટીમાં રહેતા પરમાર રોનક,પરમાર ભદ્રેશ અને પરમાર મનહરભાઈ તુલસીભાઈ વિરુદ્ધ અરજી આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જોકે પોલીસ આરોપીઓને બચાવી રહી હોવાથી તેણે ડીએસપીને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કલોલ પોલીસ આ ત્રણેય આરોપીઓને છાવરી રહી હોવાનો આક્ષેપ થયો છે. હવે ડીસીપીને પત્ર લખવામાં આવતા ટૂંક સમયમાં આરોપીઓ પર ફરિયાદ દાખલ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલાય તેવી માંગ થઇ રહી છે. આરોપીઓ બહાર રહે તો ફરિયાદી અને તેના પરિવારને જાનમાલનો ખતરો છે. આ સંજોગોમાં ફરીથી કોઈ બનાવ બને તો તેની જવાબદારી કોની તે પણ પ્રશ્ન પેદા થયો છે.

અમને સમાચાર-જાહેરાત આપવા ફેસબુક મેસેન્જરમાં સંપર્ક કરો 

કલોલના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ 

કલોલ સમાચાર