ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના 18મા સીઝનમાં આજે ડબલ હેડર (એક જ દિવસે બે મેચ) રમાશે. દિવસની પહેલી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
બન્ને ટીમોએ પોતપોતાની છેલ્લી મેચ જીતી છે.આ સીઝનમાં ગુજરાતે પાંચમાંથી સતત ચાર મેચ જીતી છે અને અત્યારે પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે લખનૌએ પાંચમાંથી ત્રણ જીત અને બે હાર મેળવી છે.
દિવસની બીજી મેચ હૈદરાબાદ સનરાઇઝર્સ (SRH) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે થશે.
પિચ રિપોર્ટ:
લખનૌના એકાના સ્ટેડિયમની પિચ બોલિંગ-ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીં સ્પિનર્સને વધારે સહારો મળે છે. અહીં ઓછા સ્કોરવાળી મેચો જોવા મળે છે. આ સ્ટેડિયમમાં કુલ 16 IPL મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 8 મેચ અને પ્રથમ બોલિંગ કરનાર ટીમે 7 મેચ જીતી છે. 1 મેચ રદ્દ થયો હતો. ગ્રાઉન્ડનો સૌથી વધુ ટીમ સ્કોર 235/6 રહ્યો છે, જે કોલકાતા નાઇટ રાઈડર્સે ગયા વર્ષે લખનૌ સુપર જાયન્ટ્સ સામે બનાવ્યો હતો.
વેધર રિપોર્ટ:
આજે લખનૌમાં ધૂપ સાથે વાદળ પણ રહેશે. વરસાદની આશંકા 25% છે. તાપમાન 23થી 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.