બ્રેકીંગ : સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપનાં આંચકા,કલોલ પણ બાકાત નહીં
કલોલ : દેવ દિવાળીની રાત્રિએ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાટણ,પાલનપુર, અમદાવાદ, મહેસાણા, ખેરાલુ, કલોલ,અંબાજી, દાંતા સહિતના સમગ્ર વિસ્તારની ધરા ધ્રુજી ઉઠી હતી.
ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાતા કલોલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું લોકોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર પાલનપુર, અમદાવાદ, મહેસાણાના ખેરાલુ, પાટણ, અંબાજી, દાંતા, સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામડાઓમાં પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા.
10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા. અમદાવાદ નવા વાડજ માં આંચકા અનુભવાયા છે. કચ્છના રાપર તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.પાટણથી 13 કિમિ દૂર કેન્દ્રબિંદુ હોવાનું માનવામાં આવે છે.માઉન્ટ આબુ સુધી આંચકો અનુભવાયો.