પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ
૨૨ જૂનના રોજ કલોલ તાલુકા કેળવણી મંડળ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી અનુસંધાને વૃક્ષારોપણ અને પેઈન્ટીન્ગ કોમ્પીટીશનનું આયોજન સી.આઈ. પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ કલોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંડળના ટ્રસ્ટી અને મંત્રીશ્રી પ્રફુલભાઈ તલસાણીયાએ જણાવ્યું હતું કે આઝાદી પહેલા ઈ.સ.૧૯૩૫માં આ સંસ્થાની શરુઆત થઇ અને સંસ્થાએ સમગ્ર વિસ્તારમાં શિક્ષણની આહલેક જગાવી છે. આજે આ સંસ્થા વટવૃક્ષ બની છે. કલોલ તાલુકા કેળવણી મંડળના ઉદેશ્ય અને વિચારોના સિંચન માટે શિક્ષણની સાથે વ્યાયામ , યોગા, સંસ્કૃતિક અને ઈતર પ્રવુતિઓ તથા વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરતા કાર્યક્રમોને આ સંસ્થામાં પ્રાધાન્ય આપવામાં આવે છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ વિદ્યાર્થીઑ માટે માત્ર શિક્ષણ જ નહી પરંતુ તેમના માટે રોજગારીની પણ ચિંતા કરે છે.
કલોલ તાલુકા કેળવણી મંડળ સમગ્ર ગાંધીનગર જીલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે.
જી.સી.સી.આઇ.ના પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પોતાના સામાજિક દાયિત્વ પ્રત્યે પણ જાગૃત બને તે પ્રકારની કેળવણી ઉપલબ્ધ કરાવવા માટેની કલોલ તાલુકા કેળવણી મંડળની પ્રતિબદ્ધતા અભિનંદનને પાત્ર છે. તેઓએ પર્યાવરણના સંવર્ધન માટે જાગૃત બનવા વિદ્યાર્થીઓને હિમાયત કરી હતી.
જી.સી.સી.આઇ. પર્યાવરણ સમિતિના ચેરમેન શ્રી યોગેશભાઈ પરીખે કહ્યું હતું કે વિધાથીર્ઓને મોટા પ્રમાણમાં રોજગારી મળે તથા વિદ્યાર્થીઓ પગભર બને તે માટે “જોબ પ્લેસમેન્ટ ફેર” દ્વારા સધન પ્રયાસો કલોલ તાલુકા કેળવણી મંડળ દ્વારા કરવામાં આવે છે. વર્તમાન સમયની માંગ અનુસાર વૈશ્વિક કક્ષાના અલ્ટ્રા-મોર્ડન રમત-ગમતના મેદાનો, આધુનિક શૈક્ષણિક સુવિધાઓ તથા જોબ ઓરિએંટેડ જુદા-જુદા અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેઓએ ઉપસ્થિત સૌને પર્યાવરણ જાગૃતિ માટે અભિયાન આદરવા આહવાન કર્યું હતું.
કેળવણી મંડળના મંત્રી શ્રી સંજયભાઈ શાહે કહ્યું હતું કે શિક્ષણ-પ્રશિક્ષણ વર્તમાન સમયમાં પ્રાથમિક જરૂરિયાત બની છે. આ સાથે વિદ્યાર્થીઓ- યુવાનો પર્યાવરણની પણ ચિંતા કરે તે આપણાં સૌની સામૂહિક જવાબદારી બને છે. આ સંસ્થા ઉચ્ચ અભ્યાસ દ્વારા યુવાધનને તાલીમબદ્ધ કરી રોજગારી આપવામાં માધ્યમ બનીને સરકારના કામમાં મદદરૂપ થઇ રહી છે.વર્તમાન યુગમાં ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક સમસ્યા બની છે ત્યારે વિકરાળ સમસ્યાના સમાધાન માટેના પ્રયત્નો અંગે વિદ્યાર્થીઓ – વાલીઓ અને સમાજમાં જન જાગૃતિ કેળવવા કલોલ તાલુકા કેળવણી મંડળ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે “વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે” સેલિબ્રેશન અન્વયે “વૃક્ષારોપણ અને પેન્ટિંગ કોમ્પીટીશન” સી.આઇ.પટેલ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
કલોલ હાઇવે પર પોલીસ વાન-ડમ્પર વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું
આ સ્પર્ધામાં જુદી જુદી પાંચ કેટેગરી અન્વયે કલોલ તાલુકા કેળવણી મંડળની ૧૧ સંસ્થાઓમાંથી શાળા કક્ષાએથી લઈને કોલેજ સુધીના ૭૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. “ વિશ્વ પર્યાવરણ દિન” થીમના અનુસંધાને પ્રત્યેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના ઇનામો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જી.સી.સી.આઇ.ના પ્રેસિડન્ટશ્રી હેમંતભાઈ શાહ, સિનિયર વાઇસ પ્રેસિડન્ટશ્રી પ્રતિકભાઈ પટવારી, એન્વાયરમેન્ટલ કમિટીના ચેરમેનશ્રી યોગેશભાઈ પરીખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
