કલોલમાં સમાનતાના સિક્કાનું આગમન થયું, જુઓ ફોટા
કલોલમાં સમાનતાના સિક્કાનું આજરોજ આગમન થયું હતું. જેના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દલિત સમાજ દ્વારા કરવામાં આવેલી પહેલામાં સમગ્ર દેશમાંથી પિત્તળલાવીને 10 ફૂટ ઉંચો સિક્કો બનાવવામાં આવ્યો છે. સિક્કાની એક તરફ ડૉ બાબાસાહેબ આંબેડકર અને બીજી બાજુ ભગવાન બુદ્ધની છબી છે. સિક્કા પર 15 અલગ-અલગ ભાષાઓમાં “અસ્પૃશ્યતા” શબ્દ લખવામાં આવ્યો છે.
આ સિક્કાને લઈને ભીમરુદન યાત્રા કલોલ ખાતે આવી પહોંચી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ એક ઓગસ્ટ 2022 ના રોજ DSK,દલિત શક્તિ કેન્દ્ર નાની દેવતી, થી સાણંદ થી સરખેજ થી ગુપ્તાનગર થી વાડજ થી ચાંદખેડા અમદાવાદ થી કલોલ થી મહેસાણા થી પાટણથી રાજસ્થાન થઇ દિલ્હી સાત ઓગસ્ટના રોજ પહોંચશે, રસ્તામા સભાઓ, અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે તેમજ સામાજિક સંગઠનો, મંડળો, સમાજના ભાઈ, બહેનો અને બાળકો દ્વારા ઠેર ઠેર યાત્રાનુ સ્વાગત કરવામાં આવશે.

આજે કલોલ બહુજન મુક્તિ પાર્ટી, અને વોર્ડ નંબર-૧૧ ના કાઉન્સિલર કુંજ વિહારી દ્વારા આજ રોજ સમાનતાના સિક્કા ની ભીમ રુદન યાત્રા નું સ્વાગત કરવા માં આવ્યું. જેમાં મોટી સંખ્યા માં BMP na કાર્યકર્તા અને સમર્થકો એ હાજરી આપી, સ્વાગત કરવા માં આવ્યું .
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ

