વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ખેડૂતોને વળતર ચુકવવાની માંગ કરી છે. તેમણે આ બાબતે પત્ર પણ લખ્યો છે. વડગામ,બનાસકાંઠા સહીત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ આવ્યો હતો,શિયાળામાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ છવાયો હતો. માવઠાએ ખેતીને વ્યાપકપણે નુકસાન પહોચાડ્યું હોવાની શક્યતા હોંને પગલે મેવાણીએ વળતર ચુકવવાની માંગ કરી હતી. .
વરસાદને પગલે ખાસ કરીને જીરું,વરીયાળી,રાયડો,ઘઉં સહીતના અન્ય પાકોને નુકસાન થયું છે. જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.વરીયાળી અને જીરાનું 25-30 હજાર રૂપિયે કિલો મોંઘુ બિયારણ વાવ્યાં બાદ વરસાદ પડતા ખેડૂતોના જીવ ઊંચા થઇ ગયા છે,શિયાળુ સીઝનમાં માંડ 60% વાવેતર થયું છે.
આ સિઝનમાં ધાણા,જીરું,વરીયાળી,રાયડો ઉપરાંત લીલા શાકભાજીની વધુ વાવણી થઇ છે,હજુ છોડ માંડ જમીન બહાર આવવા થયા અને કમોસમી વરસાદનું આગમન થતા ખેતરોમાં પાણી ભરાયા હતા.આ કારણોસર પાકોને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે.તેથી ખેતીને નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાન પણ થયેલ છે. જેથી જીજ્ઞેશ મેવાણીએ વડગામ બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદને લીધે થયેલ નુકસાનનું તંત્ર દ્વારા સર્વ કરાવી યોગ્ય વળતર આપવા માંગ કરી છે.