કલોલ ન્યુઝની અપડેટ્સ મેળવવા લાલ રંગનું બેલ આઇકન દબાવો
પોલીસ ફરિયાદ નોંધાવી
જર,જમીન અને જોરૂ આ ત્રણેય કજિયાના છોરું જેવો ઘાટ કલોલમાં ઘડાયો છે. જમીન ના પૈસા બાબતે એક જ પરિવારમાં માથાકૂટ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. કલોલમાં સૈયદવાસમાં રહેતા મહિલાએ પોતાના જ ત્રણ ભાઇઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ફરજાનાબેનનાં પરીવારે વેચેલી જમીનનાં પૈસા માંગીને તેમનાં પતિ સાથે ગાળા ગાળી કર્યા બાદ તેમનાં પતિ, પુત્ર, ભત્રીજા તથા માતા પર હુમલો કર્યો હતો.ફરજાનાબેનની ફરીયાદનાં આધારે આ શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં આ શખ્સોએ ફરજાનાને ધમકી આપી હતી કે તમે જે જમીન વેચી છે તેનો ભાગ અમોને આપી દેજો નહી તો મારી નાંખીશુ.
અનેક રસપ્રદ વિગતો વાંચવા અમારી એપ ડાઉનલોડ કરો
કલોલમાં લોકોએ બસમાં બેસવાનું ઓછું કર્યું,ખોટ કરતા રૂટ બંધ કરવાની નોબત