
ચાંદીસણામાં ચૂંટણીને લઈને મનદુઃખ થતા મારામારી
કલોલ તાલુકાના ચાંદીસણા ગામ માં ચૂંટણી બાબતે મંદિર તથા બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેને લઇને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદો નોંધાઈ છે. આ મારમારી દરમિયાન ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવની વિગત અનુસાર ડેપ્યુટી સરપંચની ચૂંટણી દરમિયાન મનદુઃખ સર્જાતા એક પક્ષો વચ્ચે મારામારી થઇ હતી તેમજ એક બીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. સરપંચે મારા ગામમાં મારી પેનલ વિરુદ્ધ ઉમેદવાર કેમ ઉભો રાખ્યો કહી હુમલો કર્યો હતો જેના જવાબમાં સામા પક્ષ વાળાઓએ સરપંચને ઘેર બોલાવી હુમલો કરી સોનાની ચેનની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ સામે ફરિયાદોમાં કુંદન વિક્રમભાઈ પટેલે શૈલેષભાઈ કચરાભાઈ પટેલ કાંતિભાઈ ગજાભાઈ પટેલ વિરલ શૈલેષભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ દિનેશ ખોડાભાઇ પટેલ વિષ્ણુભાઈ છગનભાઇ પટેલ હર્ષ દિનેશભાઈ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ સામેના પક્ષ તરફથી શૈલેષભાઈ કચરાભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદમાં વિક્રમભાઈ જીવણલાલ પટેલ કિર્તીભાઈ હરગોવનદાસ પટેલ ભાવેશભાઈ દશરથભાઈ પટેલ રાજુભાઈ મણિલાલ પટેલ પ્રવીણભાઈ મણીલાલ પટેલ રમણલાલ પટેલ રમણભાઈ પટેલ જગદીશ જીતુભાઈ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
