છત્રાલ હાઇવે પરથી 2.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

કલોલ તાલુકા પોલીસે મહેસાણા અમદાવાદ હાઇવે પર છત્રાલ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપી લીધેલ હતી. પોલીસે 4.5 લાખનો મુદ્દામાલ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત વિગત અનુસાર કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે મહેસાણાથી અમદાવાદ હાઈવે પર એક મારુતિ ઈકો ગાડી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અમદાવાદ તરફ લઈ જનાર છે. જેને પગલે છત્રાલ બ્રિજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી અહીં ઇકો ગાડી આવતા તેની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી વિદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટિકની 612 બોટલ મળી આવી હતી જેની કિંમત 2.45 લાખ રૂપિયા છે તેમજ બે લાખ રૂપિયાની મારુતિ ઈકો ગાડી કુલ મળીને 4.65 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ દરમિયાન ઈકો ગાડીનો ચાલક નાસી છૂટતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.