કલોલ વિભાગમાં પકડાયેલ 73 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવી નાશ કરાયો
Story By પ્રશાંત લેઉવા
ગાંધીનગર પોલીસ દ્વારા કલોલ ડિવિઝનમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. કલોલ વિભાગમાં આવતા કલોલ શહેર, કલોલ તાલુકા, માણસા અને સાંતેજ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો છે. આ તમામ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ 127 ગુના નોંધાયા હતા.
આ ગુનામાં કુલ 33,673 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપી લેવામાં આવી હતી. આ તમામ વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. કલોલ શહેર, કલોલ તાલુકા, માણસા અને સાંતેજ પોલીસ દ્વારા પકડાયેલા દારૂના 127 ગુનામાં 33,673 બોટલ જેની કુલ કિંમત રૂપિયા 73,72,406 નો દારૂ પકડવામાં આવ્યો હતો અને તેનો નાશ કરાયો છે.