કલોલ વોર્ડ પાંચમાં નવ બમ્પ ખડકી દેવાનું પરાક્રમ કરનાર ભાજપના ચાર નગરસેવક – યુવા મોરચાના હોદ્દેદાર રઘુવીરના દબાણ મુદ્દે ઢીલાઢફ  

કલોલ વોર્ડ પાંચમાં નવ બમ્પ ખડકી દેવાનું પરાક્રમ કરનાર ભાજપના ચાર નગરસેવક – યુવા મોરચાના હોદ્દેદાર રઘુવીરના દબાણ મુદ્દે ઢીલાઢફ  

Share On

કલોલ વોર્ડ પાંચમાં નવ બમ્પ ખડકી દેવાનું પરાક્રમ કરનાર ભાજપના ચાર નગરસેવક – યુવા મોરચાના હોદ્દેદાર રઘુવીરના દબાણ મુદ્દે ઢીલાઢફ

 

કલોલના રેલવે પૂર્વમાં રઘુવીર ચોકડી મહત્વનો વિસ્તાર છે. રઘુવીરે ભયંકર દબાણ થઇ ગયું છે. લોકોએ દુકાનો બહાર કાઢીને ગેરકાયદે દબાણ ખડકી દીધું છે. રઘુવીર ચોકડી આસપાસ શાકભાજીની લારીઓ, પાન પાર્લર તેમજ નાસ્તાની કેબીનો મૂકી દેવામાં આવી છે. જેને કારણે ફૂટપાથ પર ચાલવાની જગ્યા રહી નથી તેમ જ ટ્રાફિકનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે જેથી સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
જોકે આ રઘુવીર ચોકડી જે વોર્ડમાં આવે છે તે વોર્ડ નંબર 5ના ભાજપના હોદ્દેદારો અને  નગર સેવકો સતત જાગ્રત અવસ્થામાં હોય છે અને અડધી રાત્રે પણ લોકોના પ્રશ્નોનું સોલ્યુશન લાવતા હોય છે. તાજેતરમાં જ આ તમામ લોકોએ ભેગા મળીને 500 મીટરના અંતરમાં નવ જેટલા બમ્પ રાતોરાત બનાવી દીધા છે પરંતુ રઘુવીર ચોકડીનું જે દબાણ છે તેને કેટલાય સમયથી હટાવી શકતા નથી.

રઘુવીરનું દબાણ ના હટતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સાંજના સમયે આ દબાણને કારણે વાહન ચાલકો પણ ખરીદી કરવા ત્યાં ઊભા રહેતા હોય છે જેથી અકસ્માત થવાનો ખતરો વધ્યો છે. રઘુવીરનું દબાણ હટાવવા માટે નગરસેવકોને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી દબાણ હટ્યું નથી જેને કારણે લોકોમાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે ભાજપના હોદ્દેદાર અને નગરસેવકોએ દબાણકારો સાથે મળીને મીલી ભગત તો કરી નથી ને ?

 

રઘુવીર ચોકડી એરિયામાં ચારેય રોડની લારીઓ ઉભી રહેતી હોય છે. લોકોને ચાલવા માટે બનાવેલ ફૂટપાથ પર જ આ લારીવાળાઓએ દબાણ કરી દેતા રાહદારીઓને નીચે રોડ પર ચાલવાની નોબત આવી છે. આસપાસમાંથી શાકભાજી ખરીદવા આવતા લોકો પણ પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરી દેતા હોવાથી ઘણી વખત ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.  ભાજપના હોદ્દેદાર આ તમામ ઘટનાક્રમથી વાકેફ છે અને રોજ ગેરકાયદેસર રીતે કરેલા દબાણ સામેથી જ નીકળતા હોય છે તેમ છતાં આંખ આડા કાન કરતાં હોય છે એટલે કદાચ તેમનો કોઈ ફાયદો અથવા  સબંધ નડી જતા હોઈ શકે તેવી લોકોમાં ચર્ચા જામી છે.

વોર્ડ નંબર પાંચમાં જ રહેણાંક મકાનોની અંદર હોદ્દેદારોના સામે જ ગેરકાયદેસર રીતે દુકાનો પણ બનાવી દેવાઈ છે. હવે આ દુકાનો બનાવવાની મૂક સહમતી કોણે આપી તે પણ સંશોધનનો વિષય બન્યો છે. એટલે લોકોમાં ચાલતી ચર્ચા અનુસાર દબાણ હટાવવામાં આ હોદ્દેદારોને કોનું દબાણ નડે છે તેની પણ તપાસ થવી જરૂરી છે અને ઔડા તેમજ નગરપાલિકા દ્વારા જેટલા પણ ગેરકાયદેસર દબાણ અને  રહેણાંકમાં ગેરકાયદેસર દુકાનો બનાવી હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

 

કલોલ સમાચાર