મોટી રાહત : ગાંધીનગર કોર્પોરેશને ટેક્સ વળતર યોજના 30 જૂન સુધી લંબાવી 

મોટી રાહત : ગાંધીનગર કોર્પોરેશને ટેક્સ વળતર યોજના 30 જૂન સુધી લંબાવી 

Share On

ગાંધીનગર કોર્પોરેશને વળતર યોજના 30 જૂન સુધી લંબાવી

ગાંધીનગર મહાનગર પાલિકાને પ્રોપર્ટી ટેક્સની ૩૦ કરોડની આવક થઈ છે. જેમાં ૧૦ ટકા વળતર યોજના અંતર્ગત ૪ એપ્રિલથી ૧૫ જુન સુધીમાં ૬૫ હજાર કરદાતાએ ૩૦ કરોડનો વેરો ભર્યો હતો. જેમાં નાગરિકોને ૧.૯૨ કરોડનું વળતર આપવામાં આવ્યું છે.

૧૦ ટકા વળતર યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળતા કોર્પોરેશન દ્વારા યોજનાને ૩૦ જૂન સુધી લંબાવવામા આવી છે. કોર્પોરેશનના જનસેવા કેન્દ્ર ખાતે તથા નવા સમાવિષ્ટ વિસ્તારમાં જુની પંચાયત કચેરીઓમાં મિલકત ધારકો પોતાનો ટેક્સ રોકડા કે ચેકથી ભરી શકે છે.

આજે વર્લ્ડ પિકનિક ડે ! આ રહ્યા કલોલ આસપાસ ફરવાના બેસ્ટ લોકેશન

મનપા દ્વારા ઓનલાઈન મિલકત વેરાની ચુકવણી પર વધુ ૨ ટકાનું વળતર આપવામાં આવે છે. મનપાને ૩૧ મે સુધીમાં પ્રોપર્ટી ટેક્સમાંથી ૨૬.૫૦ કરોડની આવક થઈ છે. જેમાં કોર્પોરેશનમાં નવા-જુના વિસ્તારમાંથી મળીને ૫૬ હજાર મિલકતધારકોએ ૨૬.૫૦ કરોડનો વેરો ભર્યો હતો. ત્યારે ૧૫ જુનના આંકડાને જાેતા ૧૫ દિવસમાં જ ૯ હજાર મિલકતધારકોએ   ૩.૫ કરોડ વેરો ભર્યો હતો. ૨૦૨૧માં પણ મનપા દ્વારા મિલકત વેરાની ચૂકવણી પર વળતરની યોજના ૩૦મી જૂન સુધી લંબવાઈ હતી. જેમાં ૩૦ જૂન ૨૦૨૧ સુધીમાં અંદાજે ૨૨ હજાર જેટલા મિલકતધારકોએ ૧૫ કરોડ જેટલો વેરો ભર્યો હતો.

A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

ગુજરાત સમાચાર