ક્લોલથી કોંગ્રેસે ચૂંટણીનું બ્યુગલ ફૂંકયું,કારોબારી સમિતિમાં જનમેદની ઉમટી
કલોલ ખાતે ગાંધીનગર જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ સિંહ સોલંકી , ધારાસભ્ય શ્રીઓ બળદેવજી ઠાકોર ડો સી જે ચાવડા ભરતજી ઠાકોર ઉપ પ્રમુખ ડો જીતુભાઇ પટેલ નિશિત વ્યાસ તથા હિમાંશુ પટેલ તેમજ જિલ્લા ના સંગઠન પ્રભારી પ્રદેશ પદાધિકારી જિલ્લા તાલુકા પદાધિકારી શ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું જોરદાર સ્વાગત કરાયું હતું.
કલોલ ખાતે યોજાયેલ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ ની કારોબારી બેઠક દરમ્યાન આંગણવાડી બહેનો એ મોટી સંખ્યામાં કાર્યક્રમ માં ઉપસ્થિત રહી તેઓના પડતર પ્રશ્નો સંદર્ભે પ્રદેશ પ્રમુખને આવેદન પત્ર આપ્યું હતું અને જેને સ્વીકારી યોગ્ય મદદ કરવાની ખાત્રી આપી હતી. કારોબારી બેઠકના માધ્યમથી કોંગ્રેસે કલોલથી જ ચૂંટણી રણશિંગુ ફૂંકી દીધું છે. આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
કલોલમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપી દુકાનો બંધ રહી