કલોલમાં ચાર કરોડના ખર્ચે કચરાનું પ્રોસેસિંગ કરાશે,વાંચો વિગતે

કલોલમાં ચાર કરોડના ખર્ચે કચરાનું પ્રોસેસિંગ કરાશે,વાંચો વિગતે

Share On

કલોલમાં ચાર કરોડના ખર્ચે કચરાનું પ્રોસેસિંગ કરાશે,વાંચો વિગતે   

 કલોલમાંથી એકત્રિત થતા કચરાનું પ્રોસેસિંગ કરવા માટે પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ એક દિવસમાં એક હજાર ટન કચરો પ્રોસેસ કરે છે. આ પ્લાન્ટની મદદથી જુના પડતર કચરાનું પ્રોસેસિંગ કરીને ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. આ કામગીરી પાછળ સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાનો અંદાજ છે.

 રોજબરોજ ઉત્પન્ન થતો અને પ્રતાપપુરા ડમ્પિંગ સાઈટ વર્ષોથી પડી રહેલા આશરે 1.76 લાખ ટન જેટલા લીગાસી વેસ્ટના નિકાલ માટે ટ્રોમેલ, ચેન ડોઝર અને હિટાચી મશીનો મુકીને કચરાનું પ્રોસેસિંગ શરુ કરવામાં આવ્યું છે.

આ કચરાનું પ્રોસેસિંગ  બાયો-માઇનિંગ અને બાયો રેમિડીયેશન પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી પડતર કચરાને મશીન દ્વારા પ્લાસ્ટિક તથા રીસાયકલ કચરો અલગ કરાશે. આ ઉપરાંત ડેબ્રિજ પણ અલગ કરાશે જ્યારે બાકી રહેલા કચરાનું ખાતર બનાવી તેનો ઉપયોગ કરવામાં આવશે.

 

કલોલ સમાચાર