ખુશ ખબર : કલોલ નગરપાલિકા શહેરીજનોને વેરામાં રાહત આપશે

ખુશ ખબર : કલોલ નગરપાલિકા શહેરીજનોને વેરામાં રાહત આપશે

Share On

પાલિકા શહેરીજનોને વેરામાં રાહત આપશે

આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’ યોજના હેઠળ કલોલ નગર પાલિકા પણ શહેરીજનોને વેરામાં રાહત આપશે તેવી વિગતો સામે આવી છે. જેને પગલે બાકી વેરો હોય તેવા લોકોમાં હાશકારો થયો છે.  નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કરવેરા, જેમાં મિલકત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઈટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલે એક ખાસ બોર્ડ બેઠક બોલાવીને આ અંગે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. આવતીકાલે આ માટે નગરપાલિકા દ્વારા બેઠક બોલાવાઇ છે. આ યોજના ચાલુ રહેશે ત્યાં સુધી કલોલ નગરપાલિકા દ્વારા સીલિંગની કામગીરી કરવામાં આવશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પાલિકા પ્રમુખ ઉર્વશીબેને જણાવ્યું હતું કે નાગરિકોને ટેક્સમાં રાહત આપવા અમે કટિબદ્ધ છીએ. શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટેના તમામ કાર્યો અમારી પ્રાથમિકતા છે.

નાણાકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો 31 મે 2022 સુધીમાં એડવાન્સ ભરે તો તેમને 10 ટકા વળતર આપવામાં આવશે. આ ઉપરાંત જે કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો તા.31  માર્ચ 2022  સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ  100 ટકા માફ કરવામાં આવશે.

Home sale

 

કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલની મહેનત રંગ લાવી, નવા સુએઝ પ્લાન્ટને મંજૂરી

કલોલમાં મેરેથોન દોડ યોજાઈ,ચંદ્રકાન્ત પીયજા વિજેતા થતા અભિનંદન વર્ષા

કલોલ સમાચાર