કલોલની ગ્રીન પ્લેનેટ સંસ્થા દ્વારા ગ્રીન, કલીન એન્ડ સસ્ટેનેબલ કલોલ પ્રોજેક્ટ એક ઓગષ્ટના રોજ પ્રહલાદ નર્સરી પ્રતાપપુરા મુકામે યોજવામાં આવ્યો હતો.રામનગર ગામને ગ્રીન ગામ તરીકે પસંદ કરીને સન્માનિત કરવામા આવ્યું.
સસ્ટેનેબલ કલોલ પ્રોજેક્ટ
કાર્યક્રમની શરૂઆત ૐકાર સમૂહ પ્રાર્થના તથા દીપ-પ્રાગટ્યની કરવામાં આવી હતી.સંસ્થાના વડા અહેમદભાઈ પઠાણે પર્યાવરણ અંગેની ચિંતા તથા તેને કેવી રીતે સામનો કરવો તેમના વકતવ્યમા રજૂઆત કરી હતી. આ બાદ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલનું ફુલછડી તથા શાલ ઓઢાડી તેમજ સ્ટેજ પરના તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના પ્રમુખે કલોલને ગ્રીન, ક્લીન તથા સસ્ટેનેબલ બનાવવા ગ્રીન પ્લેનેટ કલોલ સંસ્થાનો સહકાર મળ્યો છે તેની વાત રજુ કરી.કલોલ નગરમાં તૂટેલી પાઈપ લાઈનો દૂર કરવાની જાહેરાત પણ કરી. પયાવરણ પ્રેમી જીતુભાઈએ ઓક્સિજન પાર્ક અંગેની વાત કરી અને પર્યાવરણ બચાવવા અંગે પોઝિટિવ રહીને કામ કરવા વાત સૌને અપીલ કરી.
ત્યારબાદ સંસ્થા દ્વારા શહેરને ગ્રીન,કલીન અને સસ્ટેનેબલ બનાવવા માટે શ્રેષ્ઠ શ્રેષ્ઠ કામ કરનાર ગ્રીન ફેમિલી, ગ્રીન સોસાયટી અને ગ્રીન શાળા માં પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવનાર સન્માન કરવામાં આવ્યું.જેમાં ફેમિલીમાં પ્રથમ ક્રમ અજીતભાઈ પ્રજાપતિ. સોસાયટીના પ્રથમ ક્રમ સંસ્કૃતિ બંગ્લોઝ,તેવી રીતે શાળામાં પ્રથમ કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલને શીલ્ડ, શાલ અને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.અંતે પયાવરણને જાળવવા, કલોલને કલીન તથા સસ્ટેનેબલ બનાવવા ના સંકલ્પ સાથે છૂટા પડ્યા હતા.