કલોલમાં  ગટરના ઢાંકણા તૂટેલી અવસ્થામાં જોવા મળ્યા

કલોલમાં ગટરના ઢાંકણા તૂટેલી અવસ્થામાં જોવા મળ્યા

Share On

તૂટેલી અવસ્થામાં રહેલા ગટરના ઢાંકણા અકસ્માતને ચોખ્ખે ચોખ્ખું નોતરું આપી રહ્યા છે……

કલોલ 38 વિધાનસભામાં ભાજપે પોતાનો કબજો કરી લીધો છે, પરંતુ નગરપાલિકામાં અગાઉથી જ ભાજપ હસ્તક હોવા છતાં પણ કલોલ માં વિવિધ પ્રકારની સમસ્યાઓથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં લાઈટો બંધ હોવી, ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જવું, તદુપરાંત ગટરના ઢાંકણા તૂટેલી અવસ્થામાં જોવા મળવા તે સ્વાભાવિક થઈ ચૂક્યું છે.

આજરોજ કલોલમાં આવેલ બોરીસના ગરનાડાથી સંત્નના સ્કૂલ તરફ જવાના રસ્તા પર ગટરનું ઢાંકણું તૂટેલી અવસ્થામાં જોવા મળી રહ્યું છે, જેને બદલવાની તસ્તી પણ નગરપાલિકા દ્વારા લેવામાં આવી રહી નથી, આ એ જગ્યા છે કે જ્યાં વાહનો દિવસ રાત અવરજવર કરતા હોય છે જેથી આ જગ્યા પર ગટરનું ઢાંકણું તૂટેલી અવસ્થામાં હોવાથી અકસ્માત નો ભય વાહન ચાલકોમાં જોવા મળી રહ્યો છે, તેમજ ઢાંકણું નવું નાખવામાં આવી તેવી માંગ થઈ રહી છે. આ પ્રકારની સમસ્યા માત્ર એક વિસ્તાર પૂરતી સીમિત ન હોય તેમ કપિલેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં આવેલ રસ્તા પર પણ ગટરનું ઢાંકણું અર્ધ અવસ્થામાં તૂટેલું જોવા મળી રહ્યું છે.


જે ચોખ્ખે ચોખ્ખું અકસ્માતને નોતરું આપતું હોય તેમ લાગી રહ્યું છે અહીંયા પણ તંત્ર દ્વારા આખ આડા કામ કરવામાં આવી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. નવા ચૂંટાયેલા ભાજપ પક્ષના ઉમેદવાર બકાજી ઠાકોર આ મુદ્દા પર કેટલાક ગંભીર રહેશે તે વાત કલોલ નાગરિકોમાં ચર્ચાઈ રહી છે.

કલોલ સમાચાર