પાણી જ પાણી
આ વખતે ચોમાસુ નબળું પુરવાર થયું છે. જોકે આઠમ પછી મેઘરાજાએ પોતાની બેટિંગ શરુ કરી છે અને બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે બપોરે કલોલમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો જેને કારણે સમગ્ર કલોલ જળમગ્ન થઇ ગયું હતું. બીજી તરફ વરસાદને કારણે કલોલ પંથકમાં ખેતીને નવજીવન મળ્યું છે.
વરસાદને કારણે કલોલના નીચાણવાળા વિસ્તારો તેમજ માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. બીજી રેલવે પૂર્વ અને પશ્ચિમને જોડતું ગરનાળું બંધ થઇ જતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો સમય આવ્યો હતો. કલોલ વર્કશોપ ખાતે પણ વરસાદને કારણે ખુબ જ પાણી ભરાઈ ગયું હતું જેને કારણે હાઇવે પર વાહનચાલકોની અવર જવર પ્રભાવિત થઇ હતી.
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.
- 24 કલાકમાં ઉમરગામમાં 16 ઈંચ, વાપીમાં 8 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ
- રાજ્યના 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો, રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 45.84 ટકા નોંધાયો
- આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં તલાલામાં 6 ઈંચ, માળિયામાં 5 ઇંચ, ઉનામાં 4 ઈંચ વરસાદ
કલોલનાં બજારમાં થતો ટ્રાફિક જામ વેપારીઓ-ગ્રાહકો માટે માથાનો દુઃખાવો