કલોલ હાઇવે પર કુલ કેટલા ઓવરબ્રિજ ? આ રહ્યો સાચો જવાબ 

કલોલ હાઇવે પર કુલ કેટલા ઓવરબ્રિજ ? આ રહ્યો સાચો જવાબ 

Share On

કલોલ ધીમે ધીમે વિકસિત  શહેર બની રહ્યું છે ત્યારે હવે પાકા રોડ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ લાવવો જરૂરી બની ગયો છે. જેના અનુસંધાનમાં હવે સિંદબાદ ચોકડીએ નવો ઓવરબ્રિજ બનીને ખુલ્લો મુકાઈ ગયો છે.

કેટલા ઓવરબ્રિજ

જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે કલોલ હાઈવેના સાત કિલોમીટરનાં પટ્ટામાં કુલ સાત ઓવરબ્રીજ છે. સઈજ ગામથી શરુ કરો તો સૌપ્રથમ સૈજ રેલ્વે ઓવરબ્રીજ આવે છે. ત્યારબાદ આગળ જતા વર્કશોપ ઓવરબ્રીજ ચડવો પડે.

કલોલ આવેલ નવી ટ્રેનનો વિડીયો જુવો

વર્કશોપ ઓવરબ્રીજ ઉતર્યા નાં હોઈએ ત્યારે જ અંબિકા બસ સ્ટેન્ડનાં બે ઓવરબ્રિજ વટાવવા પડે જે ટ્રાફિક નિયંત્રણ માટે બનાવ્યાં છે. આ ઓવર બ્રીજ વટાવશો એટલે સિંદબાદ ચોકડીએ નવો ઓવરબ્રીજ તમારું સ્વાગત કરવા તૈયાર થઇ ગયો હશે.
ત્યારબાદ આગળ જતા કડી રેલ્વે ઓવર બ્રીજ, છત્રાલમાં મહાદેવ વાળો ઓવર બ્રીજ અને છેલ્લે  છત્રાલ  ઓવરબ્રીજથી આ સફર ખત્મ થશે. આમ આટલા બધા બ્રિજને કારણે ગમે ત્યારે કલોલનું નામ ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય તો નવાઈ નહિ.

પ્રાપ્ત વિગતો અનુસાર જો ટેક્સ ભરવામાં નહિ આવે તો પહેલા નોટિસ ફટકારાશે, તેમ છતાં ટેક્સ નહીં ભરાય તો પાણીનું જોડાણ કાપી લેવાશે. આ બાદ પણ ટેક્સ નહીં ભરાય તો મિકલત જપ્ત કે સીલ કરવામાં આવે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.

કલોલ સમાચાર