સાવધાન : વેક્સિન સર્ટી નહીં હોય તો કલોલ નગરપાલિકામાં પ્રવેશ નહીં મળે

સાવધાન : વેક્સિન સર્ટી નહીં હોય તો કલોલ નગરપાલિકામાં પ્રવેશ નહીં મળે

Share On

MD Auto World

વેક્સિન સર્ટી નહીં હોય તો પાલિકામાં પ્રવેશ નહીં

કલોલ સહિત રાજ્યભરમાં નગરપાલિકાઓ,મહાનગરપાલિકાઓ, કલેક્ટર  ઓફિસ, જિલ્લા પંચાયત તથા બોર્ડ નિગમ અને સરકારી ગ્રાન્ટેડ સંસ્થાઓમાં આજથી વેક્સિન ના બન્ને ડોઝ લીધા હોય તેવી વ્યક્તિ જ પ્રવેશ કરી શકશે. કલોલ નગરપાલિકા,મામલતદાર ઓફિસ સહિતના તંત્રોને આ અંગે પરિપત્ર મળ્યો છે.

શહેરમાં બીજા ડોઝનો સમય થઈ જવા છતાં બીજો ડોઝ લેવામાં આળસ કરી રહ્યા છે તો કેટલાકે હજુ સીંગલ ડોઝ પણ લીધો નથી. વેક્સીન નહીં લેનારાને અને તેમનાથી સંક્રમણનો  ખતરો વધુ છે. જે અન્વયે વેક્સીનના બન્ને ડોઝ લીધેલા હોવા ફરજીયાત કરાયા છે.જેને લઈને કલોલ નગરપાલિકામાં તો જાહેર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે વેક્સીન લીધી હશે અને તેનું સર્ટી બતાવશો તો જ પ્રવેશ મળશે.

હવે, કલોલમાં મામલતદાર ઓફિસ, નગરપાલિકા ઓફિસ સહિત કચેરીઓમાં વેક્સીનના બન્ને ડોઝ લીધા છે તેવું મોબાઈલ ઉપર જ મળી શકતું સર્ટિફિકેટ દેખાડાશે પછી જ પ્રવેશ આપવામાં આવશે.  રાજય સરકારે પરિપત્ર જાહેર કરી હવેથી કાેઇપણ સરકારી કચેરી, અર્ધ સરકારી કચેરીમા કામ સબબ આવતા લાેકાે માટે વેકસીનેશનનુ સર્ટી બતાવવુ ફરજીયાત બનાવાયુ છે. વેકસીનના બંને ડોઝ લીધાનુ સર્ટીફિકેટ જે વ્યકિત પાસે નહી હાેય તેને જે તે સરકારી કચેરીમા પ્રવેશ આપવામાં નહીં આવે.

રાજ્યભરમાં કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે. છતાં પણ લોકો કોરોના નિયમોને નેવે મુકી દીધા છે. અને માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ વગર જ ફરવા નિકળી પડે છે. આવી સ્થિતિ કલોલમાં પણ જોવા મળે છે.

Khodiyar Parotha

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો :  https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819     

કલોલ સમાચાર